Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ભારતના મેઘસિંઘએ પૂર્વિય પ્રાંતમાં પ્રસિધ્ધ શેલ ગ્લોબલ ડ્રાઈવર ઓફ ધ યર એવોર્ડ

એવોર્ડ સલામત ડ્રાઈવિંગ પધ્ધતિ દ્વારા અન્યને સારા રસ્તે દોરી જતા ડ્રાઈવર્સને આપવામાં આવે છે

(કેતન ખત્રી) અમદાવાદઃ મેઘ સિંઘ, અગ્રવાલ રોડલાઈન્સ પ્રાઈવેટ લિમિટેડ, ગુજરાતની સાથે જોડાયેલા ભારતના શેલ માટે કરાર કરનારા પૈકીના એક પ્રોફેશનલ ડ્રાઈવર, જે દેશભરમાંથી પ્રથમ અને સમગ્ર વિશ્વભરના પૂર્વિય ક્ષેત્રના એવા ડ્રાઈવર બન્યા છે. જેમને ૨૦૧૭નો શેલ ગ્લોબલ ડ્રાઈવર ઓફ ધ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પ્રાંતમાં સમગ્ર વિશ્વના પૂર્વિય તરફના દેશોનો સમાવેશ થાય છે. શેલ ગ્લોબલ ડ્રાઈવર એવોર્ડએ નવી પહેલ કરતો, સૌથી વધુ રાહ જોવાતો એવોર્ડ છે, જે ડ્રાઈવર્સને તેની પહેલ અ સલામત ડ્રાઈવીંગની પ્રેકિટસ, અસલામત વર્તન કે ઘટનાની સામે યોગ્ય પગલા અને અન્ય ડ્રાઈવર માટે રોલ મોડેલ બનવા બદલ મળે છે. રાજસ્થાનના બારમેર પ્રાંતના મેઘ છેલ્લા ૨૫ વર્ષની ટ્રકના ડ્રાઈવર છે અને શેલ માટે જોખમી માલ (ઈંધણ)નું પરિવહન કરે છે. તેમને ૧૦૦૦ ડોલરનું ઈનામ પ્રાપ્ત થશે.

એક મુશ્કેલ સ્પર્ધા હતી, જેમાં મેઘએ ૨૫૦૦થી વધુ હળવા અને ભારે વાહનના ડ્રાઈવરોને તેમના અનુકરણીય ડ્રાઈવિંગ વર્તન અને સલામતી પર ધ્યાન કેન્દ્રિત કરવાની બાબત પર ભાર મૂકીને પૂરાવા આપવાના હતા, જે રાજયમાં શેલના સ્વસ્થ, સલામતી અને પર્યાવરણની જાળવણીના નિયમોને સુધારવામાં મદદ કરે છે. ૨૦૧૭માં ૨૦,૦૦૦ કિમીનો આકર્ષક પ્રવાસ સાથોસાથ શૂન્ય મોટર વાહન અકસ્માતની સાથે, મેઘ સિંઘ તેના સલામત ટૂલ બોકસની વાર સાથે અન્ય ડ્રાઈવરને પ્રેરિત કરે છે, તથા સલામત ડ્રાઈવિંગ પધ્ધતિઓ માટે, જોખમો, નજીકથી કયારેય નહીં ચૂકવાનું અને સંભવિત બનાવો તથા નવા વિચારોની સાથે સલામત ડ્રાઈવિંગ પ્રેકિટસ માટે પ્રોત્સાહિત પણ કરે છે.(૩૦.૫)

(2:17 pm IST)