Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

મધરાતે મેઘો મંડાયો :વધઈમાં છ ઇંચ,પારડીમાં પાંચ ઇંચ,વાપી અને વલસાડમાં ચાર ઇંચ ખાબક્યો

સાબરકાંઠાના પોશીનામાં ભારે વરસાદથી સુઈ નદીમાં ઘોડાપુર :સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની સંભાવના

રાજયમાં મધરાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મધરાત્રે મેઘાએ મંડાણ કર્યા છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં નૈઋત્યનું ચોમાસુ સક્રિય થયું છે અને આગળ વધી રહ્યું છે

 . આજે સવાર સુધીમાં ડાંગના વઘઇમાં છ ઇંચ, પારડીમાં ૫, વાપીમાં ૪ અને વલસાડમાં ૩.૫ ઈંચ જેટલો વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સાબરકાંઠાના પોસીનામાં ભારે વરસાદના કારણે શેઈ નદીમાં ઘોડાપુર આવ્યા હતા.

   દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ગત મધરાત્રે સારો એવો વરસાદ વરસી ગયો છે. પારડીમાં ૧૧૭ મીમી, વાપીમાં ૮૬ મીમી, વલસાડમાં ૬૨ મીમી, કપરારામાં ૧૩ મીમી અને ધરમપુરમાં ૮ મીમી વરસાદ પડયો છે.

આજે સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

 

(12:42 pm IST)