Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

પાર્ટીમાં અવગણનાથી નારાજ કુંવરજી બાવળિયા દિલ્હી દોડ્યા:રાહુલ ગાંધી સમક્ષ પેટછૂટી વાત કરી

 

દિલ્હી ;ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓમાં એક પછી એક નારાજગીનો સુર વહેતો થયો છે 2019ની ચૂંટણી પહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની નારાજગી પાર્ટી માટે ખતરાની ઘંટી સમાન મનાય છે ઉત્તર ગુજરાતના ટોચના નેતા જીવાભાઈ પટેલના રાજીનામાં બાદ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા કુંવરજી બાવળિયાએ પણ સ્વીકાર્યું કે તેઓ પાર્ટીમાં અવગણનાથી નારાજ છે. પોતાની નારાજગી દૂર કરવા માટે તેઓ દિલ્હી પહોંચ્યા હતા. અહીં તેઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

 કુંવરજી બાવળીયાએ કહ્યું કે પક્ષમાં અવગણના થાય તો નારાજગી ચોક્કસ અનુભવાય. જે પક્ષ માટે નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કર્યું તે પક્ષ જે જવાબદારી સોંપે તે વાતને તો સમજ્યા પણ જ્યારે અવગણના સામે આવે ત્યારે દુખ થાય.

  કુંવરજીએ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે અત્યારસુધી પક્ષ માટે કામ કર્યું છે પણ જ્યારે અવગણના અનુભવાય એટલે નારાજગીનો અહેસાસ થાય. જસદણમાં કોંગ્રેસનો ગઢ ગણવામા આવે છે. મોદી લહેર હોવા છતા અહીં કોળી નેતા કુંવરજીભાઇ બાવળિયાનો દબદબો રહ્યો છે. પાર્ટીના સિનિયર નેતા પણ ગણવામા આવે છે. જો કે તેના સિનિયર પદનો યોગ્ય ઉપયોગ નથી થતો તેની અવગણના થઇ રહી હોય તેવું લાગે છે.

(12:01 am IST)