Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

પાકિસ્તાન છોડીને આવેલા સગીર બાળકો સહીત 90 અરજદારોને ભારતીય નાગરિકત્વ અપાયું

કલેકટર વિક્રાંત પાંડેના હસ્તે નાગરિકત્વના પ્રમાણપત્ર એનાયત કરાયા

 

અમદાવાદ ;પાકિસ્તાન છોડીને આવેલા કુલ 90 અરજદારોને ભારતીય નાગરિકત્વ અપાયું હતું અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીએ કલેકટર વિક્રાંત પાંડેના હસ્તે પાકિસ્તાની હિંદુઓ સહિત અન્ય મળી કુલ ૯૦ અરજદારોને ભારતીય નાગરિકત્વના પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. જેમાં ૨૦ સગીર અરજદારોને પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ૩૨૦ જેટલા અરજદારોને ભારતીય નાગરિકતા અપાઇ છે. કલેકટરે જણાવ્યું હતુ કે, હવે ૧૫૦ જેટલી અરજીઓ પેન્ડીંગ છે જેનો મહિનામાં નિકાલ કરવામાં આવશે.

  પાકિસ્તાનની દોઝખભરી જિંદગી છોડી વસવાટ માટે ભારતમાં આવે છે. અહીં લાંબા ગાળાના વિઝા મેળવ્યા બાદ નિયમ અનુસાર વસવાટની મુદત પૂર્ણ થાય એટલે જિલ્લા કલેકટર કચેરીમાં ભારતીય નાગરિકતા માટે અરજી કરે છે. કલેકટર કચેરી, રાજ્ય સરકાર અને દિલ્હીના વિદેશ મંત્રાલયની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજી ઉપર નિર્ણય કરવામાં આવે છે. અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે પાક. હિંદુઓ ભારતમાં વસવાટ કરવા પાક.હિંદુઓ લાંબાગાળાના વિઝા ઉપર આવે તે માટે વિજા આપવામાં આવ્યા હતા.

(1:22 am IST)