Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

ભરૂચ તાલુકા -જિલ્લા પંચાયતની ચૂંટણીમાં બળવો કરનાર કોંગ્રેસના ત્રણ સભ્યો સસ્પેન્ડ

 

ભરૂચમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર ત્રણ  સભ્યોને કોંગ્રેસ દ્વારા 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે

તાજેતરમાં ભરૂચ જિલ્લા અને તાલુકા પંચાયતોની અઢી વર્ષની મુદત માટે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના કેટલાક સભ્યોએ બળવો કર્યો હતો.

જિલ્લા પંચાયત સભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર, ઉદેસંગ જાદવ અને વાગરા તાલુકા પંચાયતના સભ્ય તારા વસાવાને સસ્પેન્ડ કરાયા છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

(1:29 am IST)