News of Friday, 22nd June 2018

સુરતના ખટોદરામાં આઠ વર્ષની માસુમ બાળકી પાડોશી યુવકનો બળાત્કાર:આરોપીની ધારાપકડ

ચોકેલ્ટ આપવાના બહાને બાળકીને ઘરમાં બોલાવીને નરાધમે હવસનો શિકાર બનાવી

સુરતના ખટોદરા વિસ્તારમાં આઠ વર્ષની માસુમ બાળકી પર પાડોશી યુવકે બળાત્કાર ગુજારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ચોકલેટ આપવાના બહાને હવસખોર બાળકીને પોતાના ઘરમાં બોલાવતો અને ત્યારબાદ શારીરિક છેડછાડ કરતો હતો. જો કે ગત રોજ બાળકી પર નરાધમેં દુષ્કર્મ આચર્યું હતું. જ્યાં બાળકીએ દુખાવાની ફરિયાદ કરતા માતા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. ફરજ પરના તબીબોએ બાળકી સાથે કાંઈ અજુગતું બન્યું હોવાની વાત જણાવતા બાળકીના માતાની ફરીયાદના આધારે પોલીસે નરાધમ યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  અંગેની વિગત મુજબ સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતો શ્રમજીવી પરિવાર દિવસ - રાત એક કરી પોતાની આઠ વર્ષની માસુમ બાળકી સહિત પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારના પાડોશમાં રહેતો ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો વતની અશોક બહેરા નામનો યુવક પણ રહે છે. છેલ્લા ઘણા સમયથી શ્રમજીવી પરિવાર અને અશોક બહેરા વચ્ચે ઘર જેવો સબંધ ચાલી આવ્યો છે. જેથી આઠ વર્ષની માસુમ બાળકી અશોક બહેરાને કાકા તરીકે બોલાવતી હોય અવારનવાર તેના ઘરે આવતી જતી હતી.

  માસુમ બાળકી ગત રોજ પોતાના ઘર નજીક રમી રહી હતી. જે દરમ્યાન અશોક બહેરાએ બાળકીને ચોકલેટ આપવાના બહાને પોતાના ઘરે બોલાવી હતી. પોતાની હવસ સંતોષવા નરાધમ અશોક બહેરાએ માસુમ બાળકી પર દાનત બગાડી હતી. જ્યાં માસુમ બાળકી પર નરાધમેં દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બાળકીએ ગુપ્તાંગના ભાગે દુખાવાની ફરિયાદ માતાને કરી હતી. જેથી રમતા રમતા કાંઈ વાગ્યું હોવાની શંકાને લઈ માતા સારવાર અર્થે બાળકીને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવી હતી. ફરજ પરના તબીબોએ બાળકીની તપાસ કરતા કાંઈ અજુગતું બન્યું હોવાની વાત માતાને જણાવી હતી.    તબીબોની વાત સાંભળી માતાના પગ તળેથી જમીન સરકી પડી હતી. જ્યાં આખરે ખટોદરા પોલીસ મથકમાં માતાએ ફરિયાદ આપતા પોલીસે નરાધમ બહેરાની ધરપકડ કરી હતી.

  ખટોદરા પોલીસ આજ રોજ આરોપીને લઈ મેડિકલ પશિક્ષણ માટે સુરત સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી.સાથે હોસ્પિટલમાં બાળકીનું પણ તબીબ પશિક્ષણ કરાતાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની હકીકત બહાર આવી હતી. ખટોદરા પોલીસે હાલ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જો કે સુરતમાં ફરી એક વખત પાડોશી યુવકે માસુમ બાળકી પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે.

 

(12:04 am IST)
  • સુરતના અઠવા વિસ્તારમાં જુગારની ક્લબમાં ડીજી વિજિલન્સનો સ્થાનિક પોલીસને ઊંઘતી રાખીને દરોડો ;પીઆઇ કે કે ઝાલાને સસ્પેન્ડ કરાયા :પોલીસ કમિશનરના આકરા પગલાંથી બેડામાં ફફડાટ :પીઆઇ ઝાલા અગાઉ રાજકોટમાં એસઓજી સહિતના પોલીસ મથકોમાં અનેક મહત્વની કામગીરી બજાવી ચુક્યા છે access_time 12:55 am IST

  • આપને જાણીને નવાઈ લાગશે કે, ઉત્તર અમેરિકાના દરિયામાં જોવા મળતા હોર્સશેઉ ક્રેબના નામથી ઓળખાતા કરચલાના લોહીની કિંમત 10 લાખ રૂપિયા પ્રતિલીટર છે. જી હા આ કરચલાનું લોહી એટલા માટે મોંઘુ છે કેમ કે તેનો ઉપયોગ માણસના શરીરમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને શોધવા માટે થાય છે. જેથી તે માણસ માટે અમૃત સમાન છે. આ કરચલાનું લોહી લાલ નહિં પરંતુ વાદળી રંગનું હોય છે. access_time 12:52 am IST

  • દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ગયું : આજે સવારથી જ સુરત, વાપી, વલસાડ તેમજ દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં પણ સવારથી જ વરસાદ પડતા વાતાવરણ પ્રફુલ્લીત થઈ ગયું હતું, અને લોકોએ વરસાદની મોજ માણી હતી. access_time 5:02 pm IST