Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ: અમદાવાદ સહિતના શહેરોમાં ઘનઘોર વાદળો છવાયા

વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન વિભાગની વરસાદની આગાહી : સુરત અને તાપીમાં સામાન્ય વરસાદ પડી શકે

અમદાવાદ ; ગુજરાતમાં ચોમાસુ વહેલું આવી જશે. હવામાન વિભાગે હવે વરસાદની આગાહી કરતા લોકોને હાશકારો થયો છે. હાલ રાજ્યમાં ક્યાંય હિટવેવની કોઈ આગાહી નથી. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાવવાના કારણે ગરમીથી રાહત મળી છે. બીજી બાજુ રાજ્યમાં આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂનની એક્ટિવિટી શરૂ થશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બુધવારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરત અને તાપીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

હાલ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટી શરૂ થઈ ગઈ છે. જિલ્લામાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોના આકાશમાં ઘનઘોર વાદળો છવાયેલા જોવા મળ્યા છે.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બુધવારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરત અને તાપીમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

(12:58 am IST)