Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

આનંદો : રાજ્યમાં વરસાદ ઠુંકડો : 25 મેથી દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટિનો પ્રારંભ થશે

25 મેએ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના

અમદાવાદ :  હવામાન વિભાગની આગાહી અનુસાર 25 મેથી દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટિનો પ્રારંભ થશે. 25 મેના રોજ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં હળવો વરસાદ પડે તેવી સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ 10 જૂનથી થાય તેવી સંભાવના છે. 15 થી 20 જૂનની વચ્ચે રાજ્યના મોટાભાગના હિસ્સામાં ચોમાસું પ્રવેશ કરી લેશે.આ વર્ષે ચોમાસું ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહમાં બેસી જશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.'

(11:38 pm IST)