Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

કાલે કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતા સ્વ. અનિલ જોષીયારાનો પુત્ર ભાજપમાં જોડાશે :સી.આર.પાટીલની હાજરીમાં ખેસ પહેરશે

ભિલોડા કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું : . કેવલ જોષીયારા સાથે કોંગ્રેસના પૂર્વ પંચાયત હોદ્દેદારો સહિત 1500 કાર્યકરો પણ કેસરિયો ધારણ કરશે

ગુજરાતમાં ચૂંટણી પૂર્વે ભાજપ આદિવાસી પટ્ટામાં ગાબડુ પાડવામાં સફળ રહી છે. સ્વર્ગસ્થ અનિલ જોષીયારાની ભિલોડા બેઠક પર ભાજપની નજર છે. આ બેઠક મેળવવા ભાજપ અનિલ જોષીયારાના દીકરા કેવલ જોષીયારા ભાજપમાં સામેલો કરવા જઈ રહી છે.ભીલોડા બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. અને અનિલ જોષીયારા ભિલોડાથી સતત 5 ટર્મથી જીતતા આવ્યા હતા.જોકે હવે તેમના નિધન બાદ આ બેઠક પોતાના ખાતામાં લાવવા માટે ભાજપ તેજ પ્રયાસો કરી રહ્યું છે.

આવતીકાલે કેવલ જોષીયારા ભાજપમાં જોડાશે. અરવલ્લીના ભિલોડા ખાતે સી.આર.પાટીલ જોષીયારાનું ભાજપમાં સ્વાગત કરશે. કેવલ જોષીયારા સાથે કોંગ્રેસના પૂર્વ પંચાયત હોદ્દેદારો સહિત 1500 કાર્યકરો પણ કેસરિયો ધારણ કરવાના છે. ભાજપમાં જોડવાનો આ કાર્યક્રમ ભિલોડાની આર.જી.બારોટ કૉલેજના કેમ્પસમાં રાખવામાં આવ્યો છે. ભાજપે આ કાર્યક્રમ માટે ભિલોડાની આર.જી.બારોટ કૉલેજ કેમ્પસ ખાતે તૈયારી પૂર્ણ કરી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે આદિવાસી વિસ્તારની બેઠકો કબજે કરવા કવાયત શરૂ કરી છે.

મહત્વનું છે કે ભાજપ આ વખતની ચૂંટણીમાં આદિવાસી બેઠકો પર કબ્જો જમાવવા માટે પ્રયાસો કરી રહ્યું છે. પહેલા કોંગ્રેસના ખેડાબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા અને હવે કેવલ જોશીયારા ભાજપમાં જોડાશે.ભિલોડામાં જ સી.આર પાટીલની ઉપસ્થિતિમાં તેઓ કેસરિયો કરશે.  લાગી રહ્યુ છે કે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ધાર્યુ પરિણામ લાવવામાં નિષ્ફળ રહ્યુ છે આથી ઉત્તર ગુજરાતમાં પક્ષને મજબૂત કરવા માટે કોંગ્રેસના નારાજ નેતાઓને પક્ષમાં સામેલ કરવામાં ભાજપના પ્રયાસો સફળ થઇ રહ્યા છે. 

(9:13 pm IST)