Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ખેડા જિલ્લાના નડિયાદમાં ડેટા એન્ટ્રીના નામે લોકો પાસેથી કરોડો રૂપિયાની ઠગાઈ આચરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ખેડા:જિલ્લાના નડિયાદમાં ડેટા એન્ટ્રીના નામે લોકો પાસે રૃ.૨૫ થી ૯૦ હજાર સુધીની આઇડી આપી બાદમાં તેમને વળતર ન ચૂકવી હજારો લોકોના કરોડો રૃપિયાની ઠગાઈ કરી ગુજરાત છોડી ભાગી રહેલા માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રા.લિ કંપનીના માલિકને બનાસકાંઠા એલસીબી પોલીસની ટીમેં ડીસા ધાનેરા હાઇવે પર આવેલ એક હોટલમાંથી ઝડપી પાડયો હતો. નડિયાદના ડભાણ રોડ પર આવેલી માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રા.લિ કંપનીએ ડેટા એન્ટ્રી ના નામે ૨૧ હજાર જેટલા લોકોને રૃ.૨૫ થી ૯૦ હજાર ની આઇડી આપી વળતર ચુકવવાની લાલચ આપતા હજારો લોકોએ આ કંપનીમાં વિશ્વાસ મૂકી કરોડો રૃપિયાનું રોકાણ કર્યું હતું.જોકે છેલ્લા ત્રણ માસથી કંપની દ્રારા આઇડી ધારકોને વળતર ચૂકવવામાં ન આવતાં નડિયાદ, આણંદ, અમદાવાદ, સુરત વડોદરા સહિત ના લાખો રૃપિયા ડૂબ્યા હોવાનું સામે આવતા અને કંપનીનો માલિક રાહુલ નારણભાઇ વાઘેલા રહે.યોગીનગર નડિયાદ વાળો ફરાર થઇ જતા લોકોએ કંપનીની ઓફિસ પટ હલ્લાબોલ કર્યો હતો.જોકે લાખો રૃપિયાની ઠગાઈ કરનાર નડિયાદ માસ્ટર ડિજિટલ ટેકનોલોજી પ્રા.લિ કંપનીનો માલિક રાહુલ નારણભાઇ વાઘેલા તેની પત્ની અને બાળકો સાથે ગુજરાત છોડી ભાગી રહ્યો હોવાની બાતમીના આધારે બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસા ધાનેરા હાઇવે પર આવેલ એક ધાબા પરથી રાહુલ વાઘેલાને ઝડપી લીધો હતોે. અને તેને નડિયાદ પોલીસ ને હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

(7:09 pm IST)