Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

શૈતાનસિંહ માટે બંધ સ્‍ટોરનું શટર ઊંચકવું એટલે જમીન પરથી ડોલ ઊંચકવા જેવું છેઃ એસપી હિતેશ જોયસર

રાજસ્‍થાનના આ કુખ્‍યાત અપરાધી દ્વારા માત્ર ગુજરાત નહિ, મુંબઈ પોલીસ ચોપડે પણ અપરાધો બોલી રહ્યા છે

રાજકોટ, તા.૨૩: મૂળ રાજસ્‍થાનના શૈતાનસિહ  સોલંકી કોઈ સ્‍ટોરનું શટર ઊંચકવું એટલે જમીન પર પડેલ સામન્‍ય ડોલ ઉચકવવા જેવું હોવાનું સુરતના યુવાન અને ગુનેગારોની એમ.ઓ. વિશે ખૂબ ઝીણવટથી અભ્‍યાસ કરતા એસપી હિતેષ જોયસર દ્વારા ‘અકિલા' સાથેની વાતચીતમાં મૂળ રાજસ્‍થાનના અને  જેના અપરાધના કોઇ સીમાડા કોઈ રાજ્‍ય પૂરતા સીમિત નથી તેવા  કુખ્‍યાત આંતર રાજ્‍ય ગુનેગાર શેતાનસિંહ અંગેની રસપ્રદ વિગતો વર્ણવતા જણાવેલ.  

 એસપી હિતેષ જોયસરે વિશેષમાં જણાવેલ કે શેતાન સિહ વિરૂદ્ધ મુંબઈમા ઘણા ગુન્‍હાઓ નોંધવા સાથે સુરત પોલીસના ચોપડે પણ તે કુખ્‍યાત આરોપી તરીકે નોંધાયેલ છે,તેની ગેંગના અન્‍ય આરોપીઓ પણ ખૂબ ચાલક છે, એક રાજ્‍યમાંથી કરેલ ચોરીનો મુદામાલ બીજા રાજ્‍યમાં નિકાલ કરવા માટે ખાસ રીસીવર પણ તેણે રાખ્‍યા છે. હિતેષ જોયસર કડોદરા બરોલી ખાતે મોટી માત્રામાં મોબાઈલ એસરીઝ સહિત દક્ષિણ ગુજરાતમાં હાહાકાર મચાવનાર સુરત જિલ્લા પોલીસ હાથે ઝડપાયેલ ગેંગના મુખ્‍ય સૂત્રધાર અંગે જણાવી રહ્યા હતા.

ગત તા.૪/૦૪/ર૦રરના રોજ વરેલી ખાતે આવેલ ચામુંડા મોબાઇલની દુકાનમાં દુકાનનું શટર તોડીને અલગ-અલગ કંપનીના મોબાઇલ તથા એસેસરીઝ તેમજ રોકડ રકમ રૂપિયા તથા DVR મળી ફુલ્લે રૂપિયા - ૦૮,૭૭,૪૭૮ની ચોરી અંગેનો ગુનો અત્રેના પો.સ્‍ટે. નોંધાયેલ છે.

જે અનુસંધાને અલગ-અલગ ટીમો બનાવી સંકલન કરી સી.સી.ટી.વી. ફુટેજ, ટેકનીકલ સર્વેલન્‍સ તેમજ હયુમન ઇન્‍ટેલીજન્‍સના આધારે તપાસ કરતા આ ગુનાના આરોપીઓ મુંબઇ ખાતે હોવાની જાણ થતા ફિલ્‍ડ ટીમના હે.કો.હરેશભાઇ ખુમાભાઇ તથા પો.કો.વિક્રમભાઇ ગંધુભાઇનાઓ તાત્‍કાલિક મુંબઈ તપાસમાં જઈ ગુનાના કામે ચોરીમાં ગયેલ ર૬ મોબાઇલ કી.રૂ.૩,૨૭,૬૨૭ તથા ૩ આરોપીઓને પકડી લાવી તથા ગેંગના મુખ્‍ય સુત્રધાર શૈતાનસિંગ સોલંકી રહે-મુળ રાજસ્‍થાનને વાપી ખાતે થી ચોરી કરવાના સાધનો સાથે રાઉન્‍ડ અપ કરી કડોદરા જીઆઈડીસી પો.સ્‍ટે. ખાતે લાવી તથા સહઆરોપી કૈલાશ માલી રહે-હલધરૂ તા.પલસાણા નાઓને અટક કરી આ ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ તથા અન્‍ય એક આરોપી મહેન્‍દ્ર મેઘવાલ રહે-ભાયંદર, મુંબઈ નાને વોન્‍ટેડ જાહેર કરેલ છે.

આ કામના રીસીવર આનંદ જૈન રહે-મુંબઈ પાસેથી અન્‍ય બાકી ચોરાયેલ મોબાઈલ ફોન વેચી મેળવેલ રોકડા રૂપિયા ૩,૦(ત્રણ લાખ રૂપીયા) રીકવર કરેલ તેમજ ચોરાયેલ મિલ્‍કત પૈકી કુલ કિ.રૂ.૬,૨૭,૬૨૭નો મુદ્દામાલ હસ્‍તગત કરવામાં સફળતા મળેલ. વિશેષમાં આ ગુનાના કામે ગુનામાં વપરાયેલ બલેનો ગાડી નંGJ-05-RF-3762તથા આરોપીઓના મોબાઈલ ફોન કબ્‍જે કરેલ અને બે આરોપીઓ હાલ પોલીસના રીમાંડ ઉપર છે.

ગુનાની મોડસ ઓપરેંડી

આ ગુનાનો મુખ્‍ય સુત્રાધાર શૈતાનસિંગ સોલંકી મુળ રહે,સાચોર, રાજસ્‍થાન નાનો અગાઉ મુબંઈ ખાતે ચોરીના ઘણા ગુનામાં પકડાયેલ હોય અને દુકાનના શટર ગણતરીની મીનીટોમાં તોડી નાખતો હોય, આ ગુનાના અન્‍ય આરોપી કૈલાશ તથા ધીરેન્‍દ્રનાઓએ બે દિવસ અગાઉ રેકી કરી મોબાઇલની દુકાનમાં ચોરી કરવાનું નકકી કરેલ અને શૈતાનસિંગને કડોદરા ખાતે બોલાવી કૈલાશે રહેવાની સગવડ પૂરી પાડેલ અને મોકો મળેથી શૈતાનસિંગ દ્વારા ચોરીને અંજામ આપેલ. તેમજ કૈલાશ તથા ધીરેન્‍દ્ર નાઓએ ચોરીનો માલ સસ્‍તા ભાવે મુંબઈ ખાતે રહેતો આનંદ જૈન નાઓને વેચવા મોકલી આપેલ. આ કામના આરોપીઓની અગાઉ જેલમાં એકબીજા સાથે ઓળખાણ થયેલ.

પકડાયેલ આરોપી

(૧) શૈતાનસિંગ s/૦ જશવંતસિંગ સોલંકી રહે- વાપી ભિલાડ ભિલોસા કંપનીની સામે આવેલ હોટલની

બહાર તથા બસસ્‍ટેંડ તથા રેલ્‍વે સ્‍ટેશન ઉપર મુળ રહે.પાલડી પોસ્‍ટ.ધમાના તા.સાંચોર થાના.સાંચોર જી.ઝાલોર (રાજસ્‍થાન)

(૨) આનંદ  s/૦ કિશોરકુમાર કપુરચંદ જૈન રહે-દેવચંદનગર નિયર જૈન મંદીર સોના-૩ રૂમ નં.૪૦ર

ભાઇન્‍દર વેસ્‍ટ થાના.ભાઇન્‍દર જુનુ મુબંઇ મુબંઇ શહેર મુળ રહે.ચાંદરાઇ થાના.તખતગઢ જી.ઝાલોર (રાજ્‍સ્‍થાન)

 કામગીરી કરનાર ટીમઃ આઈ.પી.એસ. બિશાખા જૈન, ઈન્‍ચાર્જ પોલીસ અધિકારી કડોદરા પો.સ્‍ટે.પોલીસ ઈન્‍સ બી.જી. ઈસરાણી, પો.સ.ઈ.પી.સી. સરવૈયા, એ.એસ.આઈ.દિનેશભાઈ ઝીણાભાઈ, હે. કો.હરેશભાઈ ખુમાભાઈ, પો.કો.વિક્રમભાઈ ગંધુભાઈ, પો.કો.રમેશભાઈ કાળુભાઈ, પો.કો.શૈલેષભાઈ ચંદુભાઈ, પો.કો.ભૌતિકકુમાર મહેન્‍દ્રભાઈ, પો.કો. મહેશભાઈ ઈશ્વરભાઈ, પો.કો.વનરાજસિંહ પ્રતાપસિંહ, GRD હુમાયુ મીર્ઝા, GRD ધર્મેશ કલસરીયા.

(4:06 pm IST)