Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

આખરે દેડિયાપાડાથી આવેલા રાજસ્થાનના પરિવારને યુથ કોંગ્રેસના યુવાનોએ ટેમ્પામાં વતન રવાના કર્યા

પરપ્રાંતિય મજૂરોના ૨૭ વ્યક્તિઓ એ પરિવાર સાથે ભદામ ગામ પાસે આસરો લીધો હતો.

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : દેડિયાપાડામાં છૂટક મજૂરી કામ કરતા રાજસ્થાન ના પાલી જિલ્લાના ૨૭ જેવા વ્યક્તિઓનું વણઝારા પરિવાર લોકડાઉન દરમિયાન કામ બંધ હોય અને પૈસાની અછતને કારણે દેડિયાપાડાથી ટ્રકમાં બેસી રાજસ્થાન જવા નીકળ્યું હતું પરંતુ ટ્રક ચાલકે પરમિશન ન હોવાના કારણે તેમને પોઇચા પાસે જ ઉતારી દીધા હતા. ત્યાર બાદ આ પરિવારના સભ્યો પગપાળા રાજપીપળા તરફ આવતા ભદામ ગામ પાસે એક બંધ હોટેલ પાસે આસરો લીધો હતો આ વાત ની જાણ થતાં રાજપીપળા ના ભગુભાઈ વણઝારા તથા યુથ કોંગ્રેસના અજય વસાવા જીગ્નેશ વસાવા તથા સતીશ વસાવા ને થતા તે મદદે દોડી ગયા હતા.તમામ શ્રમિકોને ભોજન,ચાહ,નાસ્તો તથા રાત્રી રોકાણ ની પણ સગવડ કરી આપી હતી.અને શ્રમિકો ને તેમના વતન રાજસ્થાન પહોંચાડવાની સાંત્વના આપી હતી.

 

           શનિવારે સવારે આ સેવા ભાવિ યુવાનો એ સ્વખર્ચે ૨૭ શ્રમિકો ને ભોજન કરાવી બિસ્કિટ ના પેકેટ આપી ટેમ્પો ભાડે કરી તમામ ને પોતાના વતન રાજસ્થાન ના પાલી રવાના કર્યા હતા. સતીશ વસાવા પોતે ટેમ્પો ચાલવી આ શ્રમિકો ને રાજસ્થાન તેમના વતન છોડવા ગયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ સેવાકાર્ય થી તમામ શ્રમિકો માં આનંદ ની લાગણી જોવા મળી તથા તમામ એ આ સેવા ભાવિ યુવાનો નો દિલ થી આભાર વ્યક્ત કર્યો હતો.

(11:11 pm IST)