Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

સુરતમાં જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી : 42 લોકોની અટકાયત : 112 વાહનો જપ્ત

સુરત: કોરોના વાયરસની મહામારી વચ્ચે સુરત શહેરમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાને લઈ શહેર પોલિસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.શનિવારે જાહેરનામા ભંગના બદલ વિવિધ કલમો હેઠળ 42 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બિનજરૂરી બહાનાબાજી કરીને બહાર ફરતા 112 લોકોના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

સુરત શહેરમાં ચોથા તબક્કાના લોકડાઉનના નિયમોનું કડકપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. જેથી શહેરીજનોએ ઘરથી બહાર ન નીકળવા અને સોશ્યલ ડિસ્ટન્સ તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરવા અનુરોધ કરાયો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે શહેરીજનોને સહયોગ આપવા અને ઘરમાં સુરક્ષિત રહેવાની અપીલ સૂરત શહેર પોલિસ દ્વારા કરવામાં આવી રહી છે

(9:42 pm IST)