Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

સેલ્ફી વિથ માસ્ક હેઠળ ફોટો અપલોડ કરવા લોકોને અપીલ

પ્રાચીન કાળમાં રાજસૂય યજ્ઞ થતા હતા : સંતવર્ય અને કથાકાર પૂ. મોરારીબાપુ : કોરોનાને હરાવવા માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવા સહિતના નિયમોનું પાલન કરવું જ પડશે : લેખક અને પત્રકાર ડૉ. ગુણવંતભાઈ શાહ

અમદાવાદ,તા.૨૩ : જીતશે ગુજરાત - હારશે કોરોનાના વિજયમંત્ર સાથે દરેક ગુજરાતી કોરોના સામેની લડાઈમાં વોરિયર તરીકે જોડાય તે આશયથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હું પણ કોરોના વોરિયર અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. અભિયાનને રાજ્યભરમાં ખૂબ સારો વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં આવતીકાલે ૨૪ મે રવિવારે 'સેલ્ફી વિથ માસ્ક' અંતર્ગત સૌ નાગરિકોને માસ્ક સાથે સેલ્ફી લઇ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે કે, ૨૨મી મે શુક્રવારે 'સેલ્ફી વિથ દાદા-દાદી' અંતર્ગત સૌ નાગરિકોનો વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. તેવી રીતે આવતીકાલે 'સેલ્ફી વિથ માસ્ક' અંતર્ગત વધુ ને વધુ નાગરિકો પોતાની માસ્ક સાથેની સેલ્ફી લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અપલોડ કરે અને 'હું પણ કોરોના વોરિયર' હેઝ ટેગ કરે.

          સચિવ ઉમેર્યું કે, અભિયાન અંતર્ગત ફેસબુક લાઈવ અને ગુજરાતી ચેનલો પર દરરોજ સાંજે થી ૬:૨૦ દરમ્યાન પ્રસારિત થતા વિશેષ કાર્યક્રમમાં સંતવર્ય અને કથાકાર પૂ. મોરારીબાપુ અને જાણીતા વિચારક, લેખક અને પત્રકાર ડૉ. ગુણવંતભાઈ શાહે અત્યાર સુધીમાં પોતાના વિચારો રજૂ કરીને સૌ નાગરિકોને માર્ગદર્શન પૂરું પાડી કોરોના જંગ સામે લડવા પ્રેરણાબળ આપી ચૂક્યા છે. એવી રીતે આજે શનિવારે સાંજે થી ૬:૨૦ દરમ્યાન જાણીતા સંગીતકાર શ્રી સચિન-જીગર પોતાની આગવી શૈલીમાં વિચારો રજૂ કરશે. જાણીતા કથાકાર સંતવર્ય મોરારી બાપુએ ગુજરાતના પ્રજાજનોને અપીલ કરતા કહ્યું છે કે, કોરોનાની મહામારી સામે જીતવા માટે આપણે સૌએ સ્વયં શિસ્ત અને નિયમોનું પાલન કરવાનું છે. પ્રાચીન કાળમાં પ્રજાના કલ્યાણ માટે રાજસૂય યજ્ઞ થતા હતા.

(9:35 pm IST)