Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

રાજપીપળા નગર પાલિકા દ્વારા લોડાઉન-૪ નો કડક અમલ : પાલીકા ટીમે ૨૪ દુકાનદારો ને દંડ ફટકાર્યો

નગર પાલિકાની ટીમે બજારમાં ૨૪ દુકાનદારોને માસ્ક વગર અને સોસિયલ ડિસ્ટન્સના નિયમના ભંગ બદલ ૪૮૦૦ નો દંડ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ ચાલી રહેલા લોકડાઉન-૪માં નર્મદા પોલીસ અને રાજપીપળા નગર પાલિકા નિયમોનું કડક પાલન કરાવવા કાર્યવાહી કરે છે જેમાં નર્મદા પોલીસ રોજ કેટલાય લોકો,વેપારીઓ વિરુદ્ધ માસ્ક,સોસીયલ ડિસ્ટન્સ સહિતનો અમલ ન કરનારા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરે છે ત્યારે નગર પાલિકાની ટિમો પણ નિયમનો ભંગ કરનારને દંડ કરતી હોઈ શનિવારે રાજપીપળા નગર પાલીકાના મુખ્ય અધિકારી જયેશ પટેલની સૂચના મુજબ પાલીકા ટિમ રાજપીપળા ના બજારમાં ચેકીંગમાં નીકળી હોય જેમાં માસ્ક વગર તેમજ સોસીયલ ડિસ્ટન્સના નિયમ નું પાલન ન કરનારા ૨૪ વેપારીઓ ને ૨૦૦ રૂપિયા લેખે ૪૮૦૦  રૂપિયાનો દંડ કરી નિયમનું યોગ્ય પાલન કરવા સૂચના આપી હતી.

(9:01 pm IST)