Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

અરવલ્લી સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોડૅના 3500 યુવાનો. મુખ્યમંત્રીના " હું પણ કોરોના વોરીયર " અભિયાન વેગવતું બનાવશે

જિલ્લા કલેકટર દ્વારા વિડીયો કોન્ફરન્સ :બાયડ પ઼ાંત અધીકારીએ સંયોજકો સાથે બેઠક કરી અભિયાનની જનજાગૃતી માટે માહીતી આપી

( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ : અરવલ્લી જિલ્લા કલેકટર દ્વારા વિડીયો કોન્ફરન્સ તથા બાયડ પ઼ાંત અધીકારીએ સંયોજકો સાથે બેઠક કરી અભિયાનની જનજાગૃતી માટે માહીતી આપી હતી.

અરવલ્લી જીલ્લામાં ગ઼ામ્ય વિસ્તારમાં કોરોનાનો વ્યાપ વધતાં ગ઼ામીણ લોકોમાં જનજાગૃતી આવે તે માટે અરવલ્લી જીલ્લાના ગામે ગામના  યુવા કેન્દ઼્ના કુલ 3500 યુવાનો મુખ્યમંત્રીના હં પણ કોરોના વોરીયર અભિયાન વેગવતું બનાવવા માટે કલેક્ટર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંયોજકોને માગૅદશૅન કર્યું હતું

         તેઓએ ગામે ગામ લોકોમાં સામાજીક અંતર જાડવી ઘરની બહાર નિકડવાનું , કામ સિવાય ઘરની બહાર ના નિકડવાનું , ફરજીયાત માસ્ક પહેરીને જ બહાર આવવું , દુકાનો પર ભિડ ભેગીના કરવી, વડીલો તથા બાડકોને ઘરમાં રહેવા દેવાનો આગ઼હ રાખવો,  વારંવાર હાથ ધોવા જેવી જનજાગૃતી લોકોમાં આવે અને તેનો પ઼ચાર પ઼સાર થાય તેવા સમજણ લોકોને આપવા સુચન ક્યુ હતું. સાથો સાથ દરેક  સંયોજકો દ઼ારા રોજના 150 લોકોના ટેલીફોનીક સંપકૅની કામગીરીને બિરદાવી હતી.

  બાયડ પ઼ાંત અધીકારી વિમલભાઈ બારોટ સાહેબ દ઼ારા પ઼ાત કચેરી ખાતે જીલ્લા સહવાલી તથા બાયડ તાલુકાના સંયોજકો સાથે બેઠક કરી મોટા પ઼માણમાં આરોગ્યસેતુ એપ ડાઉનલોડ થાય તે માટે ટીમને કામ કરવા સુચન કર્યુ હતું. પ઼ાંત અધીકારીશ્રીના પ઼યત્નથી બાયડ શહેર તથા તાલુકામાં મોટા પ઼માણમાં આરોગ્યસેતુ એપ હાલ ડાઉનલોડ રોજે રોજ થઈ રહી છે. આ તમામ કામગીરીમાં તંત્ર સાથે સંકલન કરી ઝોન સંયોજક બિપીનભાઈ ઓઝા , દીપકભાઈ પટેલ જીલ્લા સહવાલી કેતનભાઈ બ઼હ્મભટ્ટ તથા જીલ્લાના નગર અને તાલુકાના 12 સંયોજકો તથા તેમની ગ઼ામ્ય ટીમ કોરોનાની મહામારીમાં જનજાગૃતીનું કામ ઉકાડા વિતરણનું  કામ, આરોગ્યસેતુ એપન ડાઉનલોડનું કામ કરી રહી છે જે પ઼ેરણા દાયક છે. આ કાયૅને જીલ્લા વહીવટી તંત્ર તથા પ઼જાજનોએ આવકાર્યું હતું.

(8:55 pm IST)
  • ૪થી જુન આસપાસ કેરળમાં જોરદાર ચોમાસુ બેસી જશેઃ ઇન્ડિયન મોન્સુનના ખાનગી ટવીટર હેન્ડલ ઉપર કહ્યું છે કે તમામ મોડલો એવો નિર્દેશ આપે છે કે ૪થી જુન આસપાસ કેરાલા ઉપર જોરદાર ચોમાસુ બેસી જશે. અરબી સમુદ્રમાં ડીપ્રેશન-હવાનું દબાણ સર્જાય તેવી શકયતા છે જે યમન તરફ આગળ વધી જવા સંભાવના છે જો કે તેને લીધે કેરળમાં વરસાદ આવશે access_time 10:26 am IST

  • બ્રાઝિલ અને રશિયામાં સ્થિતિ કાબૂ બહાર: સાઉદી અરેબિયા અને યુએઈ-દુબઈમાં ઈદના દિવસે પણ મસ્જિદો બંધ રહેશે બ્રાઝિલમાં ૨૪ કલાકમાં 1188 મોત.: કોરોનાના કેસ ૨૪ કલાકમાં ૧૮,૫૦૦ નોંધાયા કુલ મૃત્યુ 20 હજાર ઉપર : રશિયામાં પણ એક જ દિવસમાં 150 મોત અને નવા 9 હજાર કેસ નોંધાયા છે access_time 11:53 pm IST

  • અમદાવાદમાં ઇસનપુર પોલીસ મથકના PSI કે.એમ.ચાવડાનો કોરોના રીપોર્ટ પોઝેટીવ: PSI ચાવડાના સંપર્કમાં આવેલા ડી-સ્ટાફના જવાનોને પણ કોરોન્ટાઇન કરાયા.. access_time 11:52 pm IST