Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

સમી મનરેગા વિભાગના કર્મચારીઓના માર્ગદર્શનમાં વરાણા ગામમાં તળાવને ઊંડું કરવા માટીકામ : માસ્ક પહેરી,સોશ્યલ ડિસ્ટન્સ સહિતના પગલાં :છાંયડા અને પાણીની વ્યવસ્થા

( પ્રભુદાસ પટેલ દ્વારા ) કોરોના જેવી મહામારી ની પરિસ્થિતિમાં માં ગામ ના ગરીબ અને જરૂરિયા વાળા લોકો ને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુથી સમી  MGNREGA વિભાગના કર્મચારીઓના માર્ગદર્શનમાં વરાણા ગામના સરપંચ  અને ત.ક.મંત્રી સતીષભાઈ જાદવ દ્વારા મનરેગા યોજના અંતર્ગત ગામના તળાવ ને ઊંડું કરવા માટે માટીકામ કરવામાં આવી રહ્યું છે જ્યાં સરકાર ના આદેશ મુજબ તમામ તકેદારીના પગલાં લેવાઇ રહ્યાં છે લોકો માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટનસ  જાળવી રહ્યા છે જ્યાં પંચાયત દ્વારા છાંયડા ની અને પીવાના પાણી ની વ્યવસ્થા કરેલી છે જે સ્થળે આજે 425 શ્રમિકો કામ કરતાં હોઈ તેમને  ગરમી થી રક્ષણ આપવા વરાણા ગ્રામ પંચાયત દ્વારા આજે છાસ નું પણ વિતરણ તેમજ જરૂરિયાત વાળા તમામ લોકો ને માસ્ક નું વિતરણ પણ વરાણા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું તે ખુબજ ઉમદા કાર્ય છે એવું રીલાયન્સ ફાઉન્ડેશન ના વ્રજલાલ રાજગોર ની યાદી માં જણાવેલ..છે 

(8:52 pm IST)