Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

અમદાવાદમાં કોરોનાના નવા 277 કેસ સહીત રાજ્યમાં કોરોનાના નવા 396 કેસ : સંક્રમિતનો આંક 13,669 થયો : વધુ 27 લોકોના મોત : મૃત્યુઆંક 829

આજે વધુ 289 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : રાજ્યમાં કુલ 6169 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : 73 દર્દીઓ વેન્ટિલેટર પર છે : 6598 લોકો સ્ટેબલ : અમદાવાદમાં 277 કેસ , સુરતમાં નવા 29, વડોદરામાં 35 , ગાંધીનગરમાં-9, જૂનાગઢમાં-8, અરવલ્લીમાં -5, રાજકોટ, મહેસાણામાં -4 નવા 9 કેસ

અમદાવાદ : ગુજરાતમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે. રાજ્ય સરકાર તથા તંત્રની રાત-દિવસની મહેનત છતાં કોરોના વાયરસને કાબૂમાં લેવો મુશ્કેલ બની રહ્યો છે તો ખાસ કરીને અમદાવાદમાં પરિસ્થિતિ સુધરવાને બદલે દિવસેને દિવસે બગડતી જાય છે. આ તમામ બાબતો વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ એક પત્રકાર પરિષદ મારફતે આપી હતી.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસની વિગત આપતા કહ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં કુલ 396 નવા કોરોના વાયરસના કેસ નોઁધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 13669 થઇ છે.

અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા છે  છેલ્લા 24 કલાકમાં 277 કેસ કોરોના વાયરસના નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 289 દર્દીઓ કોરોના વાયરસના ભરડામાંથી મુક્ત થતાં તેમની સારવાર બાદ દવાખાનામાંથી રજા આપવામાં આવી છે. ત્યારે અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ 6169 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની સારવાર દરમિયાન અવસાન પામેલા લોકોની વિગત આપતા અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું હતું કે, ગત 24 કલાકમાં 27 દર્દીઓના મોત થયાં છે, આમ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 829 લોકોના કોરોના બીમારીને કારણે મોત થયાં છે.

આરોગ્ય સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં કોરોનાના 73 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 6598 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 178068 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 13669 પોઝિટિવ આવ્યા છે તો 164399 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.આજે નવા 396 કેસ વધ્યા છે તેમાં અમદાવાદમાં 277 કેસ , સુરતમાં નવા 29, વડોદરામાં 35 , ગાંધીનગરમાં-9, જૂનાગઢમાં-8, અરવલ્લીમાં  -5, રાજકોટ, મહેસાણામાં -4  નવા 9 કેસ થયા છે  અમદાવાદમાં કુલ કેસનો આંક 10 ,000ને પાર પહોંચ્યો છે 

(8:23 pm IST)