Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

મોડાસામાં માસ્ક ન પહેરી નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ તંત્રની કડક કાર્યવાહી:22 ઈસમો ઝપટે ચડી જતા દંડ ફટકારવામાં આવ્યો

મોડાસા:કોરોના વાયરસ સામે જરૂરી તકેદારી દાખવવા તંત્ર દ્વારા કમ્મર કસાઈ રહી છે.ત્યારે કેટલાય લોકો એવા છે કે જે હજુ આ ચેપી રોગ ના જોખમ સામે ગંભીર નથી.મોડાસા નગરપાલિકા દ્વારા આવા ૨૨ ઈસમો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી રૂ.૩૭૦૦ નો દંડ અંકે કર્યો હતો.

મોડાસા નગરપાલિકા દ્વારા નગરમાં કોરોના વાયરસ સામે જરૂરી તકેદારીના પગલા ભરાઈ રહયા છે.નગરમાં જાહેરમાં થૂંકી ગંદકી ફેલાવતા તેમજ માસ્ક વગર જાહેરમાં ફરતા શખ્શો સામે જરૂરી કાર્યવાહી હાથ ધરવા પાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ હતી. મોડાસા નગર પાલિકાના સેનેટરી અને આરોગ્ય ઈન્સ્પેકટર સુનીલ પુરોહિત દ્વારા છેલ્લા બે દિવસ થી હાથ ધરાયેલ આ ઝુંબેશ દરમ્યાન માસ્ક નહી પહેરી ફરતા ૧૫ શખ્શો સામે તેમજ જાહેરમાં થૂંકનાર ૭ શખ્શો ને ઝડપી તેઓ વિરૂધ્ધ દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ હતી.પાલિકા દ્વારા આ ઝુંબેશ હેઠળ રૂ.૩૭૦૦ નો દંડ અંકે કરાયો હતો.

(5:56 pm IST)