Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

મોડાસા તાલુકાના કુડોલ ગામે રહેણાંક મકાનમાં ગેસની બોટલ ફાટતા ભભૂકેલ આગમાં પરિવારના સાત સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

મોડાસા: તાલુકાના કુડોલ ગામે આવેલા એક રહેણાંક મકાનમાં ગેસના બોટલમાં ભભૂકેલી આગથી સીલીન્ડર ફાટયો હતો.અને આ બનાવમાં પરિવાર ના ૭ શખ્શોને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે મોડાસા ખસેડાયા હતા.

કુડોલ ગામે આવેલા રમેશભાઈ પ્રજાપતિ ના ઘરમાં શુક્રવારની સવારે રસોઈ બનાવતી વેળાએ ગેસ સીલીન્ડરમાં ખામી સર્જાઈ હતી.અને આ ખામીને લઈ ગેસ બોટલમાંથી આગ ભભૂકતાં રસોડા સહિત ઘર નો સરસામાન સળગી ઉઠયો હતો.ગેસ બોટલના બ્લાસ્ટ ને લઈ આ પરિવારના ૭ જણાઓને ઈજાઓ પહોંચતાં સારવાર માટે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જયારે ઘરમાં ભભૂકેલી આગ ઉપર કાબુ મેળવવા મોડાસા પાલિકાની ફાયર ફાઈટર ટીમ ફાયર ઓફિસર દિવ્યાંક ભટ્ટ ની રાહબરી હેઠળ ઘટના સ્થળે ઉતારાઈ હતી.અને ભારે પ્રયાશો બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.

(5:55 pm IST)