Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

મહેસાણા સહીત વિસનગરમાં તમાકુ ગુટખાનું વેચાણ કરતા વેપારીને ત્યાં તોલમાપ વિભાગના દરોડા:પાંચ દુકાનદારને દંડ ફટકારવામાં આવ્યો

મહેસાણા:મહેસાણા, વિસનગરમાં તમાકુ, ગુટકાનું વેચાણ કરતા પાંચ દુકાનદારો પર મહેસાણા તોલમાપ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં તમાકુ, ગુટકાના પેકેટ પર છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસુલતા પાંચેય દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

મહેસાણા શહેર સહિત જિલ્લામાં લોકડાઉન બાદ તમાકુ અને ગુટકાની બનાવટોની છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસુલાતી હોવાની રાવ ઉઠતા જિલ્લા તોલમાપ અધિકારી એન.એમ. રાઠોડ સહિતની ટીમે આજે મહેસાણા, માલગોડાઉન તેમજ વિસનગર ખાતે મળી પાંચ દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં મહેસાણાની બે અને વિસનગરની ત્રણ દુકાનોને રૃા. ૨૦ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

(5:54 pm IST)