Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

સુરતમાં મકાનમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા:મધરાત્રી છાપો મારી 8 યુવાનો સહીત સંચાલકની ધરપકડ

સુરત:શહેરના સૈયદપુરા રાહત મહોલ્લાના એક મકાનમાં ધમધમતા જુગારધામ ઉપર લાલગેટ પોલીસે ગત મધરાતે છાપો મારી ત્યાં જુગાર રમતા 8 યુવાનો અને સંચાલકની ધરપકડ કરી તેમની પાસેથી રોકડા રૂ.1.04 લાખ કબ્જે કર્યા હતા. પોલીસે તેમના વિરુદ્ધ જાહેરનામાના ભંગ અને એપેડેમિક એક્ટની કલમ મુજબ પણ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, લાલગેટ પોલીસે મળેલી બાતમીના આધારે ગત મધરાતે સૈયદપુરા રાહત મહોલ્લા ઘર નં. 7/1784 માં રહેતા મોહમદ આરીફ અબ્દુલ રહેમાન શેખના ઘરે છાપો માર્યો હતો. પોલીસ મકાનના પહેલા માળે પહોંચી ત્યારે રૂમનો દરવાજો અર્ધ ખુલ્લો હતો. પોલીસે દરવાજાને અંદર ધક્કો મારી રૂમમાં જોતા ત્યાં આઠ યુવાનો નીચે બેસી ગોળ કુંડાળું વાળી જુગાર રમતા હતા. પોલીસે જુગાર રમતા ડ્રાઇવર જાફર રહીમખાન પઠાણ ( ઉ.વ.35 ) ( રહે.106, ધુમ પેલેસ, આઈ.પી.મિશન સ્કૂલ, પટની કોલોની, રાણીતળાવ, સુરત ), રીક્ષા ડ્રાઇવર સલીમ નસીઉલ્લા અન્સારી ( ઉ.વ 48 )( રહે.12, ખજૂરાવાડી, ધાસ્તીપુરા, સુરત ), ખાનગી નોકરી કરતા શકીલ ઈકબાલ બિલીવાલા ( ઉ.વ.30 ) ( રહે. 604, ગુલશનપાર્ક, વરીયાવી બજાર, સુરત ), વેપારી જાવેદખાન અનવરખાન પઠાણ ( ઉ.વ.30 ) ( રહે.સૈયદપુરા પંપીંગ, લાલગેટ, સુરત ), વેપારી અબ્દુલગફાર અબ્દુલસત્તાર શેખ ( ઉ.વ.50 ) ( રહે.11/2217, વરીયાવી બજાર, કોળીવાડ, લાલગેટ, સુરત ), વેપારી આરીફ ઈદરીસ વોરા ( ઉ.વ.45 ) ( રહે. 7/1784, ભંડારીવાડ, રાહત મહોલ્લો, સૈયદપુરા, સુરત ), વેપારી સોહેલ મુસાભાઇ ઘાસવાલા ( ઉ.વ. 33 ) ( રહે.હોડી બંગલા, રાહત મહોલ્લો, લાલગેટ, સૈયદપુરા, સુરત ), રીક્ષા ડ્રાઇવર સિરાજ યાકુબભાઈ પટેલ ( ઉ.વ.34 ) ( રહે. 105, રંગઅવધૂત સોસાયટી, રામનગર, રાંદેર, સુરત ) ને ઝડપી લીધા હતા.

(5:53 pm IST)