Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

વડોદરાના ગાજરવાડીમાં નામચીન બુટલેગરના ઘરેથી પોલીસે રેઇડ પાડી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

વડોદરા: શહેરના ગાજરાવાડી વચલા ફળિયામાં રહેતા નામચીન બુટલેગરના ઘરે વાડી પોલીસે રેઇડ પાડીને વિદેશી દારૃનો જથ્થો કબજે લીધો છે. જ્યારે બુટલેગરને કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવવા માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. 

લોકડાઉનમાં છુટછાટ આપવામાં આવતા જ બુટલેગર ફરીથી સક્રિય થઇ ગયા છે. ગાજરાવાડી વચલા ફળિયામાં રહેતા નામચીન બુટલેગર રાજેશ ઠાકોરે દારૃનો ધંધો શરૃ કર્યો છે અને તેના ઘરમાં હાલમાં દારૃનો જથ્થો હોવાથી માહિતી વાડી પોલીસને મળી હતી. જેથી વાડી પીઆઇની સૂચના મુજબ સ્ટાફના જવાનોએ બુટલેગર રાજેશ હરગોવિંદભાઇ ઠાકોરના ઘરે રેઇડ પાડીને વિદેશી દારૃની ૫૪ બોટલ કિંમત રૃપિયા  ૨૨,૯૫૦ની જપ્ત કરી છે. રાજેશ ઠાકોર અગાઉ પણ દારૃના કેસમાં પકડાયો છે અને પાસામાં પણ તેની અટકાયત કરવામાં આવી છે. 

(5:52 pm IST)