Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

વડોદરાના માંજલપુરમાં એન.આર.આઈ યુવતી લગ્ન કરવા માટે તૈયાર ન થતા માથાભારે જિમ સંચાલકે યુવતી પર એસિડ અટેક કરતા પોલીસે હરામખોરની ધરપકડ કરી

વડોદરા: શહેરમાં એન.આર.આઇ. યુવતી પોતાની સાથે લગ્ન કરવા માટે તૈયાર નહીં થતાં માથાભારે જીમ સંચાલકે યુવતી પર એસિડ એટેક કર્યો હતો. આ ગુનામાં ત્રણ મહિનાથી વધુ સમય સુધી જેલમાં રહેલો અને ત્યારબાદ હાઇકોર્ટમાંથી જામીન પર છૂટેલો આરોપી હજી સુધર્યો નથી. ગઇકાલે યુવતીના ઘરે જઇને તેણે તોડફોડ કરી હતી. જે અંગે માંજલપુર પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે માંજલપુરમાં રહેતી યુવતી અમેરિકામાં છેલ્લા પાંચ વર્ષથી સાયકોલોજી અને ક્રિમીનલ લો મા અભ્યાસ કરે છે. યુવતી જ્યારે વડોદરા રહેતી હતી ત્યારે જીમસંચાલક બિનીક્ષ દિપેન્દ્રભાઇ હાન્ડે (રહે. શુભ બંગ્લોઝ નોવિનો બેટરીની સામે મકરપુરા રોડ) તેના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ યુવતી અમેરિકા જતી રહી હતી. અમેરિકાથી પરત આવેલી યુવતીનો સતત પીછો કરીને બિનીક્ષ હાન્ડે પોતાની સાથે લગ્ન માટે ધમકાવતો હતો. પરંતુ યુવતી મક્કમ રહેતા બિનીક્ષે તેના પર એસિડ ફેંક્યો હતો. જોકે યુવતી ખસી જતા બચી ગઇ હતી. આ બનાવમાં પકડાયેલો બિનીક્ષ હાન્ડે ચાર્જશીટ દાખલ થતા સુધી એટલે કે ત્રણ મહિના સુધી જેલમાં જ રહ્યો હતો. છૂટયો ન હતો. આટલું થયા પછી પણ બિનીક્ષ હાન્ડે સુધર્યો નથી. ગઇકાલે રાત્રે સાડાનવ વાગ્યે બિનીક્ષ એન.આર.આઇ. યુવતીના ઘરે ઘૂસ્યો હતો અને સીસીટીવી તોડી નાંખ્યા હતાં તેમજ ઘરની બારીના કાચ પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો.

(5:52 pm IST)
  • રાજયમાં લોકડાઉન-૪માં આંશિક રાહતથી રોજગારી શરૂ : રાજયના ૩ લાખ ઉદ્યોગો ધમધમતા થયાઃ રપ લાખની રોજગારી શરૂ : અશ્વિનકુમારની જાહેરાત access_time 5:25 pm IST

  • આડેધડ લાગુ કરાયેલા લોકડાઉનને કારણે કરોડો લોકોને આર્થિક નુકશાન થયું છે : લોકડાઉનનો હેતુ બર આવ્યો નથી : સંક્રમણ ઘટવાને બદલે વધ્યું છે : 22 વિપક્ષોની બેઠકમાં કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીનું મંતવ્ય access_time 12:28 pm IST

  • ભારે વરસાદ માટે પણ અપાયેલ તાકિદઃ આવતીકાલે પશ્ચિમ બંગાળ, સિકકીમ, આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદની હવામાન તંત્રે આગાહી કરી છે access_time 10:27 am IST