Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

અમદાવાદની ઇન્‍ડિયા કોલોની વોર્ડના કોર્પોરેટર યશવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝીટીવઃ અત્‍યાર સુધીમાં પાંચ કોર્પોરેટરો અને એક ધારાસભ્‍ય ઝપટે ચડી ગયા

અમદાવાદઃ અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 10 હજારની નજીક પહોંચી ગઈ છે. લોકોની સાથે કોરોના વોરિયર પણ તેનો ભોગ બની રહ્યાં છે. તો હવે શહેરમાં વધુ એક કોર્પોરેટર કોરોના વાયરસનો શિકાર બન્યા છે. ઈન્ડિયાકોલોની વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર યશવંત યોગીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ અમદાવાદમાં અત્યાર સુધી કુલ પાંચ કોર્પોરેટરો અને એક ધારાસભ્ય કોરોનાનો શિકાર બની ચુક્યા છે.

કોર્પોરેટર યશવંત યોગી કોરોના પોઝિટિવ

કોંગ્રેસના ઈન્ડિયાકોલોની વોર્ડના કોર્પોરેટર યથવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેનો પાંચમાં કોર્પોરેટર છે જે કોરોનાનો શિકાર બન્યા છે. આ પહેલા ગોતા અને મણિનગર વોર્ડમાં ભાજપના કોર્પોરેટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના બે કોર્પોરેટરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં બદરુદ્દીન શેખનું નિધન પણ થયું હતું. તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ કોરોનાનો ભોગ બની ચુક્યા છે.

શું છે ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

ગુજરાત જિલ્લામાં ગઈકાલે સાંજે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અત્યાર સુધી કુલ 13273 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 5880 દર્દીઓ સારવાર બાદ સાજા પણ થઈ ગયા છે. તો 802 લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. અમદાવાદમાં સૌથી વધુ 9724 કેસ નોંધાયા છે.

(4:13 pm IST)