Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ભરૂચનો દર્દનાક કિસ્સો:ગર્ભવતી યુવતિને યુવકે કહ્યું આ બાળક મારું નથી DNA ટેસ્ટ બાદ મારી સાથે રાખીશ

આ બાળક મારું નથી તેમ કહી કાઢી મુકેલ યુવતીની મદદે પહોંચી અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ ભરૂચ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસેના એક ગામમા રહેતી યુવતી મીરાં (નામ બદલ્યું છે)એ અભયમ 181મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવ્યું કે હું ગર્ભવતી છું અને મારા પતિ આ બાળક મારું નથી ડી એન ટેસ્ટ કરી ને આવ પછી મારી સાથે રાખીશ તેમ કહી ઘર માથી કાઢી મુકતા અભયમ 181મહિલા હેલ્પલાઇન ટિમ મદદરૂપ બની હતી.

  મળતી માહિતી મુજબ પ્રેમ થતા યુવક યુવતી પતિ પત્ની ની જેમ રહેતા હતા જેમાં મીરાં પ્રેગ્નેટ થતા યુવકે પોત પ્રકાશ્યું હતું. આવનાર બાળક મારું નથી તેનો પિતા બીજો કોઈ હશે મીરાં એ ખુબ સમજાવેલ કે આ આપણા પ્રેમની નિશાની છે પરંતુ તેના પતિ આ બાબત માનવા તૈયાર નથી તારે મારી સાથે રહેવું હોય તો ડી એન એ ટેસ્ટ કરાવી ને આવ પછી હું તને સાથે રાખી શકું છું તેમ જાણવતા મીરાં મુંઝવણ મા મુકાઈ હતી તે પિયર મા પણ જઈ શકે તેમ ન હોય આખરે તેણે મદદ માટે અભયમ ને વિનતી કરી હતી

 

અભયમ ટીમ ગામમા પહોંચી તે દરમિયાન યુવક પોલીસ સ્ટેશન પહોંચી ગયો હોય અભયમ ટીમ પણ ત્યાં પહોંચી અને યુવકને જણાવ્યું કે આ વ્યાભિચાર નો ગુનો ગણાય, પતિ પત્ની ની જેમ સાથે રહ્યા બાદ જવાબદારી આવી એટલે ખોટા આક્ષેપ કરે છે જેથી તારી સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું યુવક ને જવાબદારી નું ભાન કરાવતા ગામ ના સરપંચ અને વડીલો એ બંને ને સમજાવેલ અને યુવક ને પોતાની ભૂલ સમજાઈ હતી

ત્યારબાદ મીરાં એ જણાવેલ કે મને સારી રીતે રાખવામાં આવે તો મારે આગળ ની કોઈ કાર્યવાહી કરવી નથી આમ બંને પક્ષ સંમત થતા સમાધાન કરાવવામાં આવ્યું હતું.

(3:50 pm IST)