Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

'મોર બની થનગાટ કરે...' ઓસમાણ મીરનો જન્મદિન

રાજકોટઃ સુપ્રસિધ્ધ ગુજરાતી લોકગીત ગાયક- સ્વર સમ્રાટ ઓસમાણ મીરનો જન્મદિવસ ગઇકાલે હતો. અનેક મિત્રો, શુભેચ્છકોએ અભિનંદન વર્ષા કરી હતી. આંધ્રપ્રદેશના રાજયસભાના સભ્ય શ્રી પરિમલ નથવાણીએ તેમના ટવીટર હેન્ડલ ઉપર ઓસમાણભાઇને શુભેચ્છા પાઠવી હતી

રાજકોટ, તા.૨૩: જાણીતા લોકગાયક શ્રી ઓસમાણ મીરનો ગઇકાલે તા.૨૨મેનાં રોજ જન્મદિવસ હતો. શ્રી ઓસમાણ મીરનો જન્મ કચ્છનાં નાના એવા ગામ વાયોરમાં તા.૨૨-૫-૧૯૭૪નાં રોજ થયો હતો. તેમના પિતાશ્રી હુસેનભાઇ મીર અને દાદાશ્રી અલ્લારખાભાઇ મીર ખૂબ જ જાણીતા તબલાવાદક હતાં. તેમણે નાનપણથી જ સંગીતના ગુણો વારસામાં મળ્યા હતા.શ્રી ઓસમાણ મીરએ સ્વર્ગસ્થ શ્રી નારાયણ સ્વામી સાથે તબલાવાદક તરીકે જોડાઇને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ શ્રી ઓસમાણ મીરએ ગાયન ક્ષેત્રે ઝંપલાવ્યુ હતુ. ઓસમાણ મીરને સંજય લીલા ભણશાલીની ફિલ્મ 'મોર બની થનગાટ કરે' ગીતમાં પોતાનો સ્વર આપવાનો મોકો મળ્યો હતો. ત્યારબાદ તેઓ ગાયન ક્ષેત્રમાં વધુ છવાઇ ગયા હતા.

શ્રી ઓસમાણ મીર ભારતીય લોક સંસ્કૃતિને ધબકતી રાખવા માટે દેશ વિદેશમાં લોકડાયરા, ભજન, ગઝલોનાં કાર્યક્રમો રજૂ કરી રહ્યા છે. શ્રી ઓસમાણ મીર (મો.૯૮૨૫૨ ૯૬૯૯૮)

(3:30 pm IST)