Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

મધર્સ મિલ્ક બેન્કને ૧૫૬ લીટર મધર્સ મીલ્ક ૯૭૨ માતા તરફથી દાનમાં મળ્યું

વડોદરાઃ વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતેના રૂકમણી સેનાની પ્રસૂતિ ગૃહમાં આઠ નવેમ્બરે મધર્સ ઓન મિલ્ક (મોમ) બેંકની શરૂઆત કરાઇ હતી. આ બેંક અસ્વસ્થ બાળકો માટે સંજીવની સાબિત થઇ રહી છે. છેલ્લા છ મહિનામાં ૯૭૨ માતાઓએ ૧૫૬ લીટર દુધનું દાન કર્યુ છે. આ દુધ ૪૮૭ નવજાત બાળકો માટે અમૃત સાબિત થયું છે.

સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગના અધ્યક્ષ અને મધર્સ મિલ્ક બેંકના સંચાલક ડોકટર શીલાબેન અય્યરે કહ્યું કે આ બેંક અત્યાધુિાક ટેકનીકથી સુસજ્જ છે. મિલ્ક બેંકમાં સ્વસ્થ () મહિલાઓના દુધને પેશ્ચ્યુરાઇઝ કરીને લેબોરેટરીમાં રાખવામાં આવે છે. આ દુધ ૩ થી ૬ મહિના સુધી ઉપયોગમાં લઇ શકાય છે. બિમાર બાળકો, જોડીયા બાળકો અથવા અનાથ નવજાત બાળકો માટે આ દુધ સંજીવની બની જાય છે.

તેમણે કહ્યું કે છેલ્લા ૬ મહિનામાં ૯૭૨ માતાઓએ ૧૫૬.૬ લીટર દાન કર્યુ છે. આ દુધ ૪૮૭ કુપોષિત નવજાત બાળકોને અપાયું હતું. લોકડાઉન દરમ્યાન પણ મહિલાઓએ દુધનું દાન કર્યુ હતું. ૧૯મેએ વિશ્વ દુધ દિવસ હતો. જે સાદગીપૂર્વક મનાવાયો હતો.

(2:54 pm IST)