Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

કડી પોલીસ સ્ટેશનમાંથી દારૂ ગુમ : રેન્જ આઇજીએ આપ્યા તપાસના આદેશ

સુજાદપુરા નર્મદા કેનાલમાંથી દારૂના ખાલી ખોખા મળ્યા

મહેસાણાના કડી પોલીસ સ્ટેશનમાંથી દારૂ ગૂમ થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે જેને લઈને રેન્જ આઈજીએ તપાસના ઝડપી કરવાના આદેશ આપ્યા છે. પોલીસ સ્ટેશનમાંથી દારૂ ગૂમ થયો હોવાની માહિતી માલુમ પડતાં જ આ ઘટના ચર્ચાનો વિષય બની હતી. આખરે દારૂ ક્યાં ગૂમ થયો તેને લઈને શોધખોળ શરૂ કરી છે.

કડી પોલીસ સ્ટેશનમાંથી દારૂ ગૂમ થયો હોવની ઘટનામાં રેન્જ આઈજીએ તપાસ શરૂ કરી છે. જેને લઈને તપાસ કરતી વિવિધ ટીમોએ કડીના સુજાદપુરા નર્મદા કેનાલમાં તપાસ શરૂ કરી છે. તે દરમિયાન કેનાલમાંથી દારૂના ખાલી ખોખા મળી આવ્યાં હતાં

(1:31 pm IST)
  • આડેધડ લાગુ કરાયેલા લોકડાઉનને કારણે કરોડો લોકોને આર્થિક નુકશાન થયું છે : લોકડાઉનનો હેતુ બર આવ્યો નથી : સંક્રમણ ઘટવાને બદલે વધ્યું છે : 22 વિપક્ષોની બેઠકમાં કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીનું મંતવ્ય access_time 12:28 pm IST

  • ભારતમાં કોરોનાએ ભરડો લીધો : સંક્રમિતની સંખ્યામાં ઝડપી વધારો : છેલ્લા 24 કલાકમાં 6663કેસ વધ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના 1, 31,423 કેસ નોંધાયા : 73,162 એક્ટિવ કેસ : 54,385 દર્દીઓ રિકવર થયા ; વધુ 142 લોકોના મોત સાથે મૃત્યુઆંક 3868 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 26080 કેસ અને તામિલનાડુમાં 759 કેસ વધ્યા :દિલ્હીમાં 591 નવા કેસ નોંધાયા access_time 12:39 am IST

  • મૈસુર અને બેંગ્લુરૂ નજીક વાવાઝોડા જેવું તોફાન પહોંચ્યાનું જાણીતા વેધર વોચર કેન્ની જણાવી રહ્યા છે access_time 11:32 am IST