Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

વલસાડમાં અન્ય રાજ્યોના લોકોથી સંક્રમણનો ભય :બહારના લોકોની પાલિકાને માહિતી આપો

પાલીકાના વોટસએપ નંબર 9904191496 ઉપર જાણકારી આપવા સુચના

વલસાડ જિલ્લામાં ખાસ કરી શહેરી વિસ્તારોમાં મહારાષ્ટ્રની હદમાંથી ચુપકેથી પ્રવેશતા વ્યક્તિઓના કારણે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા 17 પર પહોંચી જતાં વલસાડ પાલિકા તંત્ર સતર્ક થઇ ગયું છે. જિલ્લામાં 20 એપ્રિલે વલસાડ ડુંગરી, ધરમપુર આસુરા અને ઊમરગામ દહેરી ગામે સળંગ 3 કોરોના પોઝિટિવ કેસો મળી આવતાં તે પૈકીના આસુરા અને દહેરીના દર્દીઓની સુરત અને મુંબઇની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી હતી. ત્યારબાદ 14 કોરોના પોઝિટિવ કેસોમાં પણ મહારાષ્ટ્ર મુંબઇ, થાણે, ભીંવડીની ટ્રાવેલ હિસ્ટ્રી નિકળતાં અત્યાર સુધી વાપી શહેરમાં 6 થી વધુ કેસો પોઝિટિવ મળી આવ્યા છે. વલસાડ શહેરને આ મહામારીમાં કોરોના સંક્રમણથી સુરક્ષિત રાખવા પાલિકા સીઓ જે.યુ.વસાવાએ તમામ શહેરીજનોને તેમના પડોશ કે મહોલ્લામાં અન્ય રાજ્યો, જિલ્લા કે શહેરોમાંથી આવ્યા હોવાનું માલૂમ પડે તો તાત્કાલિક પાલીકાના વોટસએપ નંબર 9904191496 ઉપર જાણકારી આપવા સુચના જારી કરાઇ છે.

(1:13 pm IST)