Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ગુજરાતના ૧૦ હજાર વકીલોની આર્થિક સહાય મેળવવા બાર.કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ઓનલાઇન અરજી

કોરોનાની મહામારી સંદર્ભે કામકાજ બંધ રહેતા જરૂરિયાતમંદ વકીલોને આર્થિક સહાયની થયેલી જાહેરાત મુજબ રકમ નહિ ચૂકવાતા રાજકોટ બાર.એસો.દ્વારા ૧૯૦ વકીલોનું લીસ્ટ મોકલાયુઃ તાત્કાલીક સહાય ચૂકવોઃ જીજ્ઞેશ જોષી

રાજકોટઃ સમગ્ર દેશમાં કોરોનાની મહામારીના કારણે લોકડાઉનની પરિસ્થિતી અમલી બનેલ હોય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા રૂ. ૫,૦૦૦/ની આર્થીક સહાય રાજ્યના જરૂરિયાતમંદ એડવોકેટશ્રીઓ માટે જાહેર કરવામાં આવેલ જેમાં સમગ્ર રાજ્યમાંથી આશરે ૧૦,૦૦૦ જેટલા વકીલશ્રીઓએ રૂ. ૫,૦૦૦/- આર્થીક સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કરવામાં આવેલ.

આ સહાય ફોર્મ તારીખઃ- ૨૦/૪/૨૦૨૦ સુધી ભરવાની મુદત નિયત થયેલી હતી અને ત્યારબાદ સહાય જે તે વકીલશ્રીઓના ખાતામાં જમા કરાવી દેવામાં આવેલ હતી પરંતુ રાજકોટ બાર એસોસીએશનના સભ્યો અને આજુબાજુના ઘણા એડવોકેટશ્રીઓને ૧ મહિનાથી પણ વધુ સમય વીતી ગયા હોવા છતાં રાજકોટના ૧૭૦ થી વધુ વકીલશ્રીઓને સહાય મળેલ નથી તેવી વ્યાપક ફરીયાદો ઉઠતા તમામ  એડવોકેટશ્રીઓનું લીસ્ટ રાજકોટ બાર. એસોશીએશનના સેક્રેટરી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના  પ્રદેશ કન્વીનર ડો. જીજ્ઞેશ જોષી દ્વારા  બનાવવામાં આવેલ અને તે સંબંધીત પુરાવાઓ સાથેનું સમગ્ર લીસ્ટ બનાવીને બાર. કાઉન્સિલ ઓફ ગુજરાતના સેક્રેટરીશ્રી પરસોત્તમભાઇ પરમારને મોકલવામાં આવેલ હતું અને તેની સાથે માંગણી પણ કરવામાં આવેલ હતી કે લીસ્ટના તમામ એડવોકેટશ્રીઓને રૂ. ૫,૦૦૦/-ની આર્થિક સહાય તાત્કાલીક ધોરણે જે તે એડવોકેટશ્રીઓના ખાતામાં જમા કરાવી દેવામાં આવે તેમ રાજકોટ બાર. એસોના સેક્રેટરી જીજ્ઞેશભાઇ જોષીએ જણાવ્યુ છે.

(11:59 am IST)