Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

શાળાઓમાં વેકેશન લંબાવાશે અથવા વારાફરતી ભણવા બોલાવાશે

વેપાર - ઉદ્યોગની જેમ શિક્ષણમાં પણ 'ઓડ એન્ડ ઈવન' પદ્ધતિની વિચારણા : હજુ અઠવાડીયા પછીની સ્થિતિ જોઈને નિર્ણય : હાલ શાળાઓમાં ૮ જૂન અને કોલેજો - યુનિવર્સિટીઓમાં ૨૦ જૂન સુધીનું વેકેશન જાહેર થયેલ છે : બધા માટે ઓનલાઈન શિક્ષણ શકય નથી, વિદ્યાર્થીઓને ઘરે - ઘરે પહોંચાડવા માટે શિક્ષણ સામગ્રી તૈયાર થઈ રહી છે : અભ્યાસક્રમ પણ ટૂંકાઈ શકે

રાજકોટ તા. ૨૩ : રાજ્યમાં કોરોનાના કારણે ૨૫ માર્ચ લોકડાઉન પહેલાથી શાળા - કોલેજો સહિતની શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. પહેલા લોકડાઉનના કારણે અને અત્યારે વેકેશનના કારણે શાળા - કોલેજો બંધ છે. જૂનમાં નવુ સત્ર ખુલવા પાત્ર થાય છે પરંતુ અત્યારની પરિસ્થિતિ જોતા શાળા - કોલેજો સમયસર ખુલી શકે તેવું દેખાતું નથી. સરકારે શાળાઓમાં વેકેશન લંબાવવા અથવા વેપાર ઉદ્યોગની જેમ ઓડ એન્ડ ઇવન પધ્ધતિ દાખલ કરવાની વિચારણા શરૂ કર્યાનું જાણવા મળે છે.

રાજ્યની શાળાઓમાં તા. ૭ જૂન સુધી અને કોલેજો તથા યુનિવર્સિટીઓમાં ૨૦ જૂન સુધીનું વેકેશન જાહેર કરાયેલ છે. અમદાવાદ, સુરત, વડોદરા અને અન્ય વિસ્તારોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ૮ જૂનથી શાળાઓ શરૂ કરી શકાય તેવી અત્યારની સ્થિતિ નથી. સરકાર અઠવાડિયા પછીની સ્થિતિ જોયને આખરી નિર્ણય કરશે. કોલેજો અને યુનિવર્સિટીઓને લગતો નિર્ણય કરવા માટે હજુ ૨૦ જૂન સુધીનો સમય છે. શાળાઓમાં વેકેશન લંબાવવાની સક્રીય વિચારણા થઇ રહી છે.

કદાચ જૂનના પ્રારંભ અપેક્ષા મુજબ સારી સ્થિતિ થઇ જાય તો પણ સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવું પડશે. વેકેશન લંબાઇ કે ન લંબાઇ શાળા સંચાલકો માટે વર્ગમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવું અઘરૃં છે. વર્ગની ક્ષમતા મર્યાદિત વિદ્યાર્થીઓ માટેની હોવાથી એક વર્ગના બે ભાગ કરી વિદ્યાર્થીઓને એકાંતરા વારાફરતી દિવસે ભણવા બોલાવવાનું આયોજન વિચારાય રહ્યું છે. કોલેજોમાં પણ આ જ પધ્ધતિ આવી શકે છે. જો જૂનના પ્રારંભે શાળાઓ ન ખુલી શકે તો જ્યાં શકય હોય ત્યાં ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ કરવામાં આવશે. જ્યાં ઓનલાઇન શકય ન હોય ત્યાં અભ્યાસની તૈયાર સામગ્રી ઘરે - ઘરે પહોંચાડવા માટેનું આયોજન થઇ રહ્યું છે. ભણવાના દિવસો ટુંકાય જતા હોવાથી અભ્યાસક્રમ પણ ટુંકાવવો પડશે. હાલ સરકારે એકથી વધુ વિકલ્પો આધારિત વિચારણા શરૂ કરી છે. જે તે વખતની પરિસ્થિતિ અને કેન્દ્ર સરકારની ગાઇડ લાઇન મુજબ આખરી નિર્ણય થશે.

(11:49 am IST)
  • લોકડાઉન દરમ્યાન મૂકેશ અંબાણીએ એકઠા કર્યા રૂ. ૬૪૦૦૦ કરોડ : દેશવ્યાપી લોકડાઉન દરમ્યાન એશિયાના સૌથી શ્રીમંત વ્યકિત મુકેશ અંબાણીએ એવું કરી બતાડયું જે અંગે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ પણ વિચારી ન શકે : લોકડાઉનના ૧ માસમાં તેમણે ૧૦ અબજ ડોલર એટલે કે ૬૪૦૦૦ કરોડ રૂપિયા મેળવ્યા છે આ રકમ તેમણે જિયોપ્લેટફોર્મ માટે મેળવ્યા છે : સર્વત્ર કામકાજ ઠપ્પ હતું ત્યારે તેમણે આ કામ નિપટાવ્યું : અમેરિકી કંપની કેકેઆર એન્ડ કંપનીએ જિયોમાં ૧૧૩.૭ અબજ રૂપિયા રોકવા જણાવ્યું છે તે ર.૩ ટકા હિસ્સેદારી ખરીદી રહ્યું છે : અંબાણીએ માર્ચ સુધીમાં રિલાયન્સને દેવામાંથી મુકત કરવાની જાહેરાત કરી છે access_time 3:25 pm IST

  • અમદાવાદ કોંગ્રેસના કોર્પોરેટર યશવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ access_time 3:49 pm IST

  • ભારતમાં કોરોનાએ ભરડો લીધો : સંક્રમિતની સંખ્યામાં ઝડપી વધારો : છેલ્લા 24 કલાકમાં 6663કેસ વધ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના 1, 31,423 કેસ નોંધાયા : 73,162 એક્ટિવ કેસ : 54,385 દર્દીઓ રિકવર થયા ; વધુ 142 લોકોના મોત સાથે મૃત્યુઆંક 3868 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 26080 કેસ અને તામિલનાડુમાં 759 કેસ વધ્યા :દિલ્હીમાં 591 નવા કેસ નોંધાયા access_time 12:39 am IST