Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

રાજ્યમાં દૂધ એકત્રીકરણ અને ડેરીને લગતી કામગીરી સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે

આર્થિક ગતિવિધિ તેમજ આજીવિકાને વેગ આપવાના હેતુથી ગૃહ વિભાગનો નિર્ણંય

 

અમદાવાદ :રાજ્ય સરકારના ગૃહ વિભાગે પ્રવર્તમાન લોક ડાઉન સંદર્ભમાં વધુ એક નિર્ણય લઈ ને આર્થિક ગતિવિધિ તેમજ આજીવિકાને વેગ આપવાના હેતુસર રાજ્યમાં દૂધ એકત્રીકરણ અને તેને સંલગ્ન ડેરીને લગતી કામગીરી સવાર ના 7 થી સાંજ ના 7 વાગ્યા સુધી  ચાલુ રાખવા દેવા અંગે હુકમો જારી કર્યા છે

 લોકડાઉન દરમિયાન આર્થિક પ્રવુતિઓને ઉતેજન આપવા અને આરોગ્ય સબંધી બાબતોને જાળવણીના હેતુસર ગૃહ વિભાગે નિર્ણંય કર્યો છે.

(11:49 pm IST)