Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

દર્દીઓને એવું ન લાગવું જોઇએ કે તેમની સારવાર પશુઓની જેમ થાય છે.: હાઇકોર્ટ

એસવીપી અને સિવિલમાં મળતી સારવાર પર ગુજરાત હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે કોરોના સંક્રમણને લઈ ફરી એકવાર સરકારનો ઉઘડો લીધો છે. ત્યારે આજે એક જાહેર હિતની અરજી પર અમદાવાદ સિવિલ અને એસવીપીમાં મળી રહેલી સારવારને લઈ હાઈકોર્ટે જણાવ્યું છે કે, કોરોનાથી પીડિત દર્દીઓને હોસ્પિટલમાં સારવાર લેતી સમયે એમ ન લાગ્વું જોઈએ કે તેની સારવાર થઈ રહી છે

 

રાજયમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોને લઈ એસવીપી અને સિવિલ હોસ્પિટલ સંપૂર્ણ પર્ણે ફુલ જોવા મળી રહી છે. ત્યારે ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીઓની હાલત વધારે કફોડી જોવા મળી રહી છે અને રિકવરી કરતા સિવિલમાં મોતના આંકડાઓ વધુ જોવા મળી રહ્યા છે. આજે કોરોના સંક્રમણ મુદ્દે થયેલી જાહેર હિતની અરજી મામલે ગુજરાત હાઈકોર્ટે મહત્વપુર્ણ ટિપ્પણી કરી છે.

 અમદાવાદની એસવીપી અને સિવિલમાં મળી રહેલી સારવાર પર ગુજરાત હાઈકોર્ટે સવાલ ઉઠાવ્યા હતા અને જણાવ્યું છે કે, કોરોના પીડિત દર્દીઓની સારવાર યોગ્ય રીતે થવી જોઇએ. દર્દીઓને એવું ન લાગવું જોઇએ કે તેમની સારવાર પશુઓની જેમ થાય છે

(11:13 pm IST)