Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

આર્થિક ગતિવિધિઓને પૂર્વવત કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ

શરતો સાથે જનજીવન પુનઃ સામાન્ય કરાશે : આવશ્યક ચીજવસ્તુઓ-સેવાઓની દુકાનોને ઓડ-ઇવન જોગવાઈ લાગૂ પડશે નહીં : દુકાનો નિયમિત ચાલુ રહેશે

અમદાવાદ,તા.૨૨ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં જનજીવન પૂનઃ સામાન્ય કરવા તેમજ ઊદ્યોગ, વેપાર, ખાનગી ઓફિસીસ, નાની-મોટી દુકાનોમાં આર્થિક ગતિવિધિઓ પૂનઃ શરૂ થાય તે માટે લોકડાઉન-૪ માં કેટલીક શરતો સાથે છૂટછાટો આપી છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, આના પરિણામે રાજ્યમાં એક નવો માહોલ ઊભો થયો છે. એટલું જ નહિ, મોટા પ્રમાણમાં લોકો પણ સોશિયલ ડિસ્ટન્સીંગ નિયમોનું અનુપાલન, ફરજિયાત માસ્ક ઉપયોગ અને કોરોના સંક્રમણથી પોતે અને અન્યોને બચાવવાની સારી આદતો સાથે રોજિંદા જીવનમાં ગોઠવાવા લાગ્યા છે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકારે લોકડાઉન-૪ સંદર્ભે આર્થિક પ્રવૃત્તિઓને રાજ્યમાં ઉત્તેજન મળે તથા લોકોને આજિવીકા-આવક મળતી થાય સાથોસાથ સ્વચ્છતા-સ્વસ્થતા અને આરોગ્ય જળવાઇ રહે તે માટે માર્ગદર્શિકા-ગાઇડલાઇન બહાર પાડેલી છે.

                રાજ્ય સરકારે આ ગાઇડલાઇન્સ સાથોસાથ રાજ્યમાં થાળે પડતી જતી પરિસ્થિતીને અનુલક્ષીને નિર્ણયો કરવાનો વ્યૂહ પણ અપનાવેલો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હેતુસર એવો નિર્ણય કર્યો છે કે રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી કે આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી દુકાનોને ઓડ-ઇવનની જોગવાઇઓ લાગુ પડશે નહિ. મુખ્યમંત્રીના સચિવએ આ અંગેની વિસ્તૃત સમજ આપતાં જણાવ્યું કે, આવશ્યક સેવાઓ કે આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી દુકાનો નિયમીત રીતે દરરોજ ચાલુ રાખી શકાશે, એટલે કે એક દિવસ ચાલુ એક દિવસ બંધ રાખવાની રહેશે નહિં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ માટે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અશ્વિનીકુમારે આ નિર્ણય સંદર્ભમાં જણાવ્યું કે, રાજ્યમાં માલવાહક વાહનો સહિત હાઇ-વે પર અવર-જવર કરતા વાહનોને સરળતાએ પેટ્રોલ-ડિઝલ મળી રહે તે માટે મુખ્યમંત્રીએ હાઇવે પર આવેલા પેટ્રોલ પંપને કોઇ પણ જાતના સમયના બાધ વગર એટલે કે જરૂરીયાત જણાયે ર૪ કલાક ખૂલ્લા રાખવાની પણ અનુમતિ આપી છે. તેમણે ઉમેર્યુ કે, રાજ્યમાં કોરોના સંક્રમણ સામે જનજાગૃતિ માટે મુખ્યમંત્રી પ્રેરિત 'હું પણ કોરોના વોરિયર' અભિયાન શરૂ થયું છે. સાથોસાથ લોકો-નાગરિકો પણ હવે કોરોના સાથે-કોરોના સામે જીવન જીવવાની નવી શૈલી અપનાવી જનજીવન ઝડપભેર પૂવર્વત કરવા ઇચ્છે છે ત્યારે મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર પણ સરળતાએ જનજીવન સામાન્ય થાય તે માટે પ્રતિબદ્ધ છે. 

(9:41 pm IST)
  • મહારાષ્ટ્રમાં આજે એક જ દિવસમાં સૌથી વધુ 2940 કોવિડ -19 કેસ નોંધાયા છે, રાજ્યમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 44,582 પર પહોંચી છે, જેમાં મુંબઈના ધારાવી વિસ્તારમાં આજે 53 નવા COVID19 પોઝિટિવ કેસ નોંધાયા છે. ધારાવીમાં કુલ પોઝિટિવ કેસ વધીને 1478 અને ધારાવી માજ 57 લોકોના મોત થયા છે: રાજ્ય આરોગ્ય વિભાગ access_time 8:04 pm IST

  • અમદાવાદ કોંગ્રેસના કોર્પોરેટર યશવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ access_time 3:49 pm IST

  • ભારતમાં કોરોનાએ ભરડો લીધો : સંક્રમિતની સંખ્યામાં ઝડપી વધારો : છેલ્લા 24 કલાકમાં 6663કેસ વધ્યા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના 1, 31,423 કેસ નોંધાયા : 73,162 એક્ટિવ કેસ : 54,385 દર્દીઓ રિકવર થયા ; વધુ 142 લોકોના મોત સાથે મૃત્યુઆંક 3868 થયો :મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 26080 કેસ અને તામિલનાડુમાં 759 કેસ વધ્યા :દિલ્હીમાં 591 નવા કેસ નોંધાયા access_time 12:39 am IST