Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

બિનખેતી પ્રીમિયમને પાત્ર ન હોય તેવી જમીનમાં મલ્ટીપર્પઝ ખેન.એ.ની મંજૂરી અપાશે :શરતફેરમાં 'ખુલ્લા પ્લોટ” માટે જંત્રી દર મુજબ પ્રીમિયમ

અમદાવાદ : નવી અને અવિભાજ્ય શરતની તથા ગણોતધારાની પ્રતિબંધિત સત્તાપ્રકાર હેઠળની નવી શરતની જમીનને ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા માટે પ્રીમિયમ
વસુલવાની પરવાનગી મેળવવાની કાર્યપધ્ધતિ ઓનલાઇન કરવા બાબત.કેટલાક સુધારાના પરિપત્ર જાહેર થયા છે

  રાજ્થ સરકાર દ્વારા મલ્ટીપર્પઝ એન.એ.ની મંજૂરી આપવામાં આવેલ છે, આથી તે ધ્યાનમાં રાખીને શરતફેરના કિસ્સામાં પણ મલ્ટીપર્પઝ મંજૂરી આપવાની થાય છે. જે ધ્યાનમાં રાખીને શહેરી વિસ્તારમાં બિનખેતીના કોઇપણ હેતુ માટે “ખુલ્લા પ્લોટ" ના જંત્રીના દરો ધ્યાનમાં લેવાના રહેશે, જ્યારે ઝામ્ય વિસ્તારમાં રહેણાંકના હેતુના જંત્રીના દરો ધ્યાનમાં લેવાના રહેશે. જે વિસ્તારની જત્રીમાં “વિકસીત જમીનના દર” (Rate Of Developed Land) દર્શાવેલ ન હોય ત્યારે વિસ્તારની પ્રવર્તમાન જંત્રીના હેતુ અને દર ધ્યાને લઇ જરૂર જણાય તો સ્ટેમ્પ ડયુટી (નાયબ કલેક્ટર) નો ખભિપ્રાય ઓનલાઇન લઈને મુલ્યાંકન કરવાનું રહેશે.
  ત્યારબાદ, મહેસૂલ વિભાગના તા. રર/૧૦/ર૦૧૯ ના પત્રથી કલેકટર, સુરતને બિનખેતી મલ્ટીપપંઝ હેતુ માટેની ઓનલાઇન પ્રીમિયમની અરજીઓનો નિકાલ કરવા જે તે ગામ / સર્વે નંબરના બિનખેતીના મહત્તમ જંત્રી દરો ધ્યાને લઇ તે મુજબ પ્રીમિયમની રકમ વસુલ લઇને હેતુકેરની પરવાનગી આપવા જણાવવામાં આવેલ હતુ. તેમજ તેની નકલ સર્વે કલેકટરને પણ મોકલી ખાપવામાં આવેલ હતી.
  આથી, મહેસૂલ વિભાગના તા.૦૩/૧૨/ર૦૧૧ના ઠરાવની સુચના મુજબ જો ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંક હેતુ માટે જો જંત્રી ઉપલબ્ધ ન હોય તો કૃષિ જંત્રીના બે ગણા, ઔદ્યોગિક હૈતુ માટે ત્રણ ગણા તથા વાણિજ્યક હેતુ માટે ચાર ગણા વસુલ લેવાના રહેતા હોય છે. અત્રેના તા.રર/૧૦/ર૦૧૯ ના પત્રની સુચના મુજબ મહત્તમ દરો વસુલવાના ઘતા હોવાથી રહેણાંક તેમજ ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી કરાવવાનું થતુ હોય તો પણ તેઓએ મહત્તમ દરે એટલે કે વાણિજ્યક હેતુ માટેની જંત્રીના દરે પ્રીમિયમ ભરવાનું થતુ હતુ.
   આથી, આ બાબતે વિવિધ કક્ષાએથી તેમજ કલેકટરશ્રીઓ તરફથી પણ રજુઆતો આ વિભાગને મળેલ હતી. જે રજુઆતો ધ્યાનમાં લઇને તા.૦૭/૦૩/ર૦૧૯ના પરિપત્રના ફકસ ક્રમાંક-૧૫ માં નીચે મુજબનો સુધારો કરવા સરકારશ્રીએ પુખ્ત વિચારણાને અંતે નિર્ણય કરેલ છે
 સુધારા પરિપત્ર મુજબ (અ) "રાજ્ય સરકાર દ્વારા મલ્ટીપર્પઝ એન.એ.ની મંજૂરી આપવામાં આવેલ છે. આથી, તે ધ્યાનમાં રાખીને જે જમીન મુળથી જુની શરતની હોય અને હાલ પણ જુની શરતના હેડે યાલુ હોય અને બિનખેતી પ્રીમિયમને પાત્ર ન હોય તેવી જમીનમાં મલ્ટીપર્પઝ ખેન.એ.ની મંજૂરી આપી શકાશે.
(બ) જ્યારે નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારાની પ્રતિબંધિત સત્તા પ્રકાર હેઠળની નવી શરતની જમીનને ખેતી અથવા બિનખેતીના હેતુ માટે જુની શરતમાં ફેરવવા માટે શરતફેરના કિસ્સામાં શહેરી વિસ્તારમાં બિનખેતીના રહેણાંક અને વાણિજ્ય હેતુ માટે "ખુલ્લા પ્લોટ" ના જંત્રીના દરો ધ્યાનમાં લેવાના રહેશે. જે કિસ્સામાં ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી કરવાનું હોય તેવા કિસ્સામાં “ઔધોગિક ખુલ્લા પ્લોટ” માટેના જંત્રી દર મુજબ પ્રીમીયમ વસૂલવાનું રહેશે. જો ઔધોગિક હેતુ માટે બિનખેતી કરવાનું હોય, તેવા કિસ્સામાં “ઔધોગિક ખુલ્લા પ્લોટ" માટેના જંત્રી દર ઉપલબ્ધ ન હોય, તેવા કિસ્સામાં "ખુલ્લા પ્લોટ"ના જંત્રીના દરો ધ્યાનમાં લેવાના રહેશે. બિનખેતીની મંજુરી પણ જે તે હેતુ માટે આપવાની રહેશે
  જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં જે હેતુ માટે બિનખેતી કરાવવાનું હોય તે હેતુ માટેના જત્રી દરશે. પ્રીમિયમ વસુલ લેવાનું રહેશે. તેમજ બિનખેતીની મંજુરી પણ તે જ હેતુ માટે આપવાનીરહેશે
 જે ગ્રામ્ય વિસ્તારમાં જંત્રી ઉપલબ્યા ન હોય તેવા કિસ્સામાં સુપ્રિ. ઓફ સ્ટેપ્પ્સનો તા.૩૦70૪/ર૦૧૧નો પત્ર, મહેસૂલ વિભાગનો તા. 0૩/૧ર/ર૦૧૧નો ઠરાવ ધ્યાને લઇ જરૂર જણાય તો સ્ટેમ્પ ડ્યુટી (નાયબ કલેક્ટર) નો અભિપ્રાય ઓનલાઇન લઈને મુલ્યાંકન કરવાનું રહેશે.
  ભવિષ્યમાં બિનખેતીના હેતુ અંગે ફેરફાર કરવાનો હોય તો તે સમયે પ્રવર્તમાન જંત્રી મુજબ તફાવતનું પ્રીમિયમ ભરવાનું રહેશે.
(8) વધુમાં, નવી અને અવિભાજય શરતની તથા ગણોતધારાની જમીનો માટે જે તે હેતુ માટેના બિનખેતીની મંજુરી ઉપરાંત મલ્ટીપર્પઝ બિનખેતી માટેનો વિકલ્પ પણ ખુલ્લો રહેશે. જે અરજદાર જે તે ગામ / સર્વે નંબરના બિનખેતીના મહત્તમ જંત્રી દર મુજબ પ્રીમિયમ ભરે તો મલ્ટીપર્પઝ બિનખેતીની પણ મંજુરી આપવાની રહેશે.
ઉક્ત હુકમો વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર અધિક મુખ્ય સચિવરી (નાણાં) નીતા. ર૫/૦ર/ર૦ર૦ ની મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.

(9:38 pm IST)