Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ ચારેય બેઠકોમાં ભાજપનો ભગવો લહેરાયો

લોકસભા સાથે વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસનું ખાતું નહીં ખુલ્યું

 

અમદાવાદ :આજે લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે ચાર વિધાનસભા બેઠક ધ્રાંગધ્રા, ઊંઝા, માણાવદર અને જામનગર ગ્રામ્ય માટે ચૂંટણી યોજાઈ હતી. તમામ બેઠકો પર પણ ભાજપની જીત થઇ ચૂકી છે.

  ધ્રાંગધ્રાથી ભાજપના પરસોત્તમ સાબરિયાની જીત થઇ છે અને કોંગ્રેસના દિનેશ પટેલની હાર થઇ છે. તો ઊંઝાથી આશા પટેલની જીત થઇ છે, જ્યારે કામુ પટેલની હાર થઇ છે. જ્યારે જામનગર ગ્રામ્યમાં રાઘવજી પટેલની જીત થઇ છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર જયંતિ સભાયાની હાર થઇ છે. જ્યારે માણાવદરથી જવાહર ચાવડાની જીત થઇ છે અને અરવિંદ લાડાણીની હાર થઇ છે. જ્યારે એનસીપીના ઉમેદવાર રેશ્મા પટેલની પણ હાર થઇ છે

(10:16 pm IST)