Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

નરેન્દ્ર મોદીની માતા હીરા બાએ પણ દેશના લોકોનો આભાર માન્યો

નરેન્દ્ર મોદીની જીત બાદ હિરા બા ખુશખુશાલ દેખાયા : હીરા બાનો પ્રેમ અને ભાવના જોઇ લોકોએ મોદી મોદીના નારા લગાવી ભાજપ અને નરેન્દ્ર મોદીના વિજયને વધાવી લીધો

અમદાવાદ,તા.૨૩ : લોકસભા ચૂંટણીના પરિણામોમાં ફરીવાર મોદી સરકાર બનવા જઈ રહી છે, ત્યારે પીએમ મોદીના માતા હીરાબાએ પણ મતદારોનો આભાર માન્યો હતો. આ દરમિયાન તેમની સાથે નરેન્દ્ર મોદીનું પરિ­વાર પણ ઉપસ્થિત હતું. હીરાબાના ચહેરા પર પુત્રના વિજયની ખુશી જોવા મળી હતી અને રોમાંચિત ભાવ સાથે આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતાં. આ સિવાય સ્થળ પર ઉપસ્થિત લોકોએ હર હર મોદી અને વંદે માતરમના નારા લવ્યા હતાં. લોકસભા ચૂંટણીના પરિણામોમાં આજે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેજિક અને સુનામી જોવા મળ્યા હતા. મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન પદે આરૂઢ થવા જઇ રહ્યા હોઇ સૌથી વધુ ઉત્સાહિત અને ખુશ હોય તો તેમની માતા હીરા બા છે. મોદીના માતા હીરા બાએ આજે ભાજપને લોકસભા ચૂંટણીમાં ભારે ભવ્યતા સાથે જીતાડવા બદલ અને તેમના પુત્ર મોદીને સત્તાનું સુકાન સોંપવા માટેનું વાતાવરણ ઉભુ કરવા બદલ ગુજરાત સહિત દેશભરની જનતાનો આભાર માન્યો હતો. હીરા બાએ આજે ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને પરિવારના અન્ય સભ્યો સાથે ઘરની બહાર આવી ગુજરાત સહિત દેશની જનતાનો આભાર માની તેમને બે હાથ જોડયા હતા અને બધાને આશીર્વાદ આપ્યા હતા. મોદીની માતા હીરા બાનો આવો પ્રેમ અને ભાવના જોઇ આસપાસના લોકોએ પણ તેમનો પ્રતિઆભાર વ્યકત કર્યો હતો અને મોદી મોદીના ગગનભેદી નારા લગાવી ભાજપના વિજયને વધાવી લીધો હતો. મોદીના  માતા હીરા બા સાથે પરિવારના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા.

(8:28 pm IST)
  • મોદી ૩.૮પ લાખ મતોથી આગળ : ગયા વખતે ૩.૭૦ લાખ મતોથી જીત્યા હતા access_time 4:41 pm IST

  • વિવાદાસ્પદ નિવેદનો કરી કોંગ્રેસને પારાવાર નુકશાન કરનાર દેશના ટેકનોસેવી સામ પિત્રોડા અમેરિકા જવા રવાના થઈ રહ્યાનું સાંભળવા મળે છે access_time 6:37 pm IST

  • હસમુખ અઢીયાને સર્વોચ્ચ જવાબદારી સોંપવાના નિર્દેશો : ટાઈમ્સ નાઉના સિનિયર પત્રકાર મેઘા પ્રસાદે ટ્વીટ કરી જણાવ્યુ છે કે દેશના પૂર્વ નાણાસચિવ શ્રી હસમુખ અઢીયા તાજેતરમાં શ્રી નરેન્દ્રભાઈને દિલ્હીમાં મળ્યા હતા. નવી સરકારમાં તેઓ અધિકારી સ્તરે સર્વોચ્ચ સ્થાને સેવા આપે તેવી પૂરી શકયતા છે. access_time 4:31 pm IST