Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

આણંદ નજીક ચિખોદરામા ઘર આંગણે રમતા દોઢ વર્ષીય બાળકને પીક અપ ડાલાએ હડફેટે લીધું

આણંદ:નજીક આવેલા ચીખોદરા ગામની સીમમાં આજે સવારના સુમારે આંગણામાં રમતા એક દોઢ વર્ષના બાળકને પીક અપ ડાલુએ ટક્કર મારતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતુ. આ અંગે આણંદ રૂરલ પોલીસે ડાલુના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર ચીખોદરા ગામની સીમમાં આવેલી આરટીઓ કચેરી પાસેના રાવણીયા ચરામાં રહેતા બળવંતસિંહ ઉદેસિંહ સોલંકીનો દોઢ વર્ષનો પુત્ર નીતીન આજે સવારના સુમારે ઘરના આંગણે રમી રહ્યો હતો.

(5:29 pm IST)