Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

સુરતના કોટ વિસ્તારમાં હીરા દલાલની આંખમાં સ્પ્રેનો છટકાવ કરી બે લૂંટારુઓ 40થી 50 હજારના હીરાની લૂંટ ચલાવી છુમંતર

સુરત: શહેર ના કોટ વિસ્તારમાં ગોપીપુરા મીડલ સ્કુલ નજીક આજે સાંજે હીરા વેચવા માટે આવેલા હીરા દલાલની આંખમાં સ્પ્રે સ્પે છાંટીને બે લુટારૂઓ રૂા.૪૦થી ૫૦ લાખના હીરા લૂંટીને ફરાર થઇ જતા પોલીસ દોડતી થઇ ગઇ છે. લૂંટની ઘટના બાદ હીરા દલાલનો પોતાનો પાર્ટનર અને હીરા ખરીદવા આવેલો મુંબઇનો વેપારી પણ ગાયબ થઇ ગયો છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ મુળ અમરેલીના વતની અને હીરા દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા મગન જાદવ વસોયા છેલ્લા ચાર-પાંચ મહિનાથી લાખોની કિંમતના હીરા વેચવા માટે ફરી રહયાં હતા. આ હીરા વેચવા માટે તેમણે આજે મુંબઇના વેપારી સાથે મીટીંગ ફિકસ કરી હતી. હીરા દલાલ મગન વસોયા તેના પાર્ટનર સુરેશ સાથે મોડીસાંજે ગોપીપુરા મીડલ સ્કુલની સામે મુંબઇના વેપારીને હીરા બતાવવા આવ્યા હતા. 

(5:18 pm IST)