Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

સુરતમાં પાર્ક કરેલ કારમાંથી 168 બીયરના ટીન મળી આવતા યુવાનની ધરપકડ

સુરત: ક્રાઈમ બ્રાન્ચે હજીરા અદાણી ગેટ નં.૨ ની સામે સીએચએના પાકગના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી એક કારમાંથી ઇમ્પોર્ટેડ સ્કોચ વ્હીસ્કીની આઠ બોટલ, ઇમ્પોર્ટેડ બિયરના ૧૬૮ ટીન સાથે લોજિસ્ટિક કંપનીમાં કામ કરતા જહાંગીરપુરાના યુવાનને ઝડપી લીધા બાદ દારુનો જથ્થો અદાણી પોર્ટ પર ફરજ બજાવતા ઓફિસરની સુચનાથી અન્ય એક વ્યક્તિની કારમાંથી પોતાની કારમાં મુકાયાનો ખુલાસો કરાતા કસ્ટમ ઓફિસર સહિત બેને વોન્ટેડ જાહેર કરાયા છે.

ક્રાઈમ બ્રાન્ચના સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર કિશનભાઇને મળેલી બાતમીના આધારે ટીમે ગત બપોરે અદાણી ગેટ નં.૨ ની પાસે કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી કાર (નં. જીજે ૦૫ આરસી ૬૪૯૩ ) ના માલિક ભાવિન ભગવાનદાસ કાપડી (બાવાજી)(ઉ.વ.૩૩, રહે. બ્લોક નં.૭૫, આશિષ રો હાઉસ, ઇસ્કોન મંદિરની સામે, જહાંગીરપુરા, સુરત. મૂળ રહે. જુનાગઢ) ની હાજરીમાં કારની જડતી લેતા તેમાંથી પાછળની સીટ ઉપર તેમજ નીચે મુકેલી રૂ.૧૬ હજારની કિંમતની ઈમ્પોર્ટેડ બ્રાન્ડની સ્કોચ વ્હીસ્કીની ૮ બોટલ અને રૂ.૧૪,૬૦૦ ની કિંમતના ઈમ્પોર્ટેડ બિયરના ૧૬૮ ટીન મળતા કબજે કર્યા હતા.

(5:17 pm IST)