Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

સુરતના લીબાયતમાં વૃદ્ધના ઘરમાંથી 25 હજારની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવતા ચકચાર

સુરત: શહેરના લિંબાયત મીઠીખાડીમાં એક વૃધ્ધના ઘરમાંથી રૂા.૨૫ હજારની કિંમતનો ૪ કિલોગ્રામથી વધુ ગાંજાનો જથ્થો પકડાયો હતો. રેલવે મારફત આવતા ગાંજામાંથી જથ્થો મેળવીને પ્લાસ્ટીકની નાની થેલીમાં પેક કરીને વેચાણ કરાતું હતું. 

એસ.ઓ.જી.ના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હે.કો. રાજુભાઈને મળેલી બાતમીના આધારે પીઆઇ એચ.આર બ્રહ્મભટ્ટ અને ટીમે ગત બપોરે લિંબાયત મીઠીખાડી નુરાની મસજીદ પાસે આઝાદ ચોક ગલી નં.૩ મકાન નં.૫૧૮ માં રહેતા ૬૫ વર્ષીય વૃદ્ધ અલ્લારખ્ખા કાસમ શેખના ઘરે છાપો માર્યો હતો. 

(5:17 pm IST)