Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભાજપ પૂરબહારમાં : કોંગીના સુપડા સાફ

સુરત, નવસારી, બારડોલી, વલસાડ - વડોદરા - દાહોદ - પંચમહાલ, ભરૂચ, છોટા ઉદેપુર, આણંદ બેઠકમાં ભાજપના ઉમેદવારોને ૭૦ હજારથી અઢી લાખ મતોની સરસાઇથી વિજય ભણી

રાજકોટ તા. ર૩ : લોકસભાની ચૂંટણીની આજે યોજાયેલ મત ગણત્રીમાં પ્રારંભીક ત્રણ કલાકના ટ્રેન્ડ મુજબ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભાજપના ઉમેદવારો  વિજય રથ તરફ આગળ ધપી રહ્યા છે.

મધ્ય ગુજરાતની ૭ અને દક્ષિણ ગુજરાતની ૪ બેઠકો ઉપર સવારે ૮ કલાકથી કડક બંદોબસ્ત હેઠળ રાજકીય ઉતેજના વચ્ચે મત ગણતરીનો પ્રારંભ થયો છે.

મધ્ય ગુજરાતમાં આણંદ, દાહોદ અને છોટા ઉદેપુર બેઠક ઉપર પ્રારંભે રસાકસી જોવા મળે છે. ત્રણ રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવાર આગળ નીકળી ગયા હતાં. અંતે ભાજપના ઉમેદવારોએ મત ગણત્રીમાં આગળ નીકળી ગયા હતાં.

લોકસભાની દક્ષિણ ગુજરાતની ૪ અને મધ્ય ગુજરાતની ૭ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બપોરે ૨.૩૦ કલાકે ૭૦ હજારથી અઢી લાખ મતોની સરસાઇથી આગળ છે.

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ નેતા ભરતસિંહ સોલંકી સામે ભાજપના મિતેષ પટેલ દોઢ લાખથી વધુ મતોની સરસાઇથી આગળ નીકળી ગયા છે.

વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ  ૨ લાખથી વધુ મતોથી આગળ છે. ખેડા બેઠકમાં ભાજપના દેવુસિંહ ચૌહાણ ૫૨ હજાર મતોથી આગળ  છે.  તો પંચમહાલ બેઠક પર ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડ ૪૫ હજાર મતોથી આગળ છે   છોટા ઉદેપુર બેઠક પર ભાજપના ગીતાબેન રાઠવા ૧ લાખ મતોથી આગળ નીકળી ગયા છે.

દાહોદની બેઠક ઉપર કોંગ્રેસના બાબુભાઇ કટારા ૧૪ હજાર મતથી આગળ નીકળી ગયા હતાં. બાદમાં ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર ૭૦ હજારથી વધુ મતથી આગળ છે.

ભરૂચ લોકસભાની બેઠક ઉપર ભાજપના મનસુખ વસાવાને ૪૦૦૧૭૧, કોંગ્રેસના શેરખાન પઠાણ ૧૯૬૯૮૬ અને બીટીપીના છોટુભાઇ વસાવાને ૯૩૦૮૧ મત મળ્યા છે. ભાજપના મનસુખ વસાવા ૨૦૩૧૮૫ મતોની આગળ છે.

જયારે દક્ષિણ ગુજરાતમાં ચોથા રાઉન્ડમાં ભાજપના દર્શના જરદોષ કોંગ્રેસના અશોક પટેલ કરતા ૩ લાખ ૩૫ હજાર મતોથી વિજેતા થયા છે. મતોથી આગળ નીકળી ગયા છે. જયારે બારડોલીમાં ભાજપના પ્રભુભાઇ વસાવા ૭૦ હજાર મતો મેળવી કોંગ્રેસના ડો. તુષાર ચૌધરીની આગળ નીકળી ગયા હતાં.

નવસારી બેઠક ઉપર ભાજપના સી. આર. પાટીલ બે લાખથી વધુ મતોથી કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલ કરતા આગળ નીકળી ગયા છે.

વલસાડ બેઠક ઉપર ભાજપના કે. સી. પટેલ ૨ લાખથી વધુ મતથી આગળ નીકળી ગયા છે.

દક્ષિણ ગુજરાતમાં ચિત્ર

અમદાવાદ, તા. ૨૩ : દક્ષિણ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના તમામ પરિણામ જાહેર થઇ ચુક્યા છે. દક્ષિણ ગુજરાતનું ચિત્ર નીચે મુજબ રહ્યું હતું.

ગુજરાતમાં કુલ સીટ........................................ ૦૭

પરિણામ જાહેર................................................ ૦૭

ભાજપને સીટો મળી......................................... ૦૭

કોંગ્રેસને સીટો મળી.......................................... ૦૦

(8:26 pm IST)