Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ભારત વિજયી ભવઃ આ જીત સમગ્ર દેશવાસીઓની : વિજયભાઇ

સ્થિર સરકારના સાચા શિલ્પી એવા નરેન્દ્રભાઇના હાથમાં દેશ સલામત છે : અમિતભાઇએ સંગઠનનો સાચો પરીચય કરાવ્યોઃ કોઇ પક્ષ હારી જાય એટલે ઇવીએમમાં ગરબડ અને જીતી જાય તો બરાબર, આ કેવુ?: પશ્ચિમ બંગાળના કાર્યકરોનું બલીદાન એળે ન ગયું તેઓને વંદન : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પત્રકાર પરીષદ

રાજકોટઃ તા.૨૩, દેશમાં ફરી એકવખત ભાજપનું શાસન આવ્યું છે. લોકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ઉપર વિશ્વાસ મુકી ખોબલે ખોબલે મત આપી વિજયી બનાવ્યા છે તો ગુજરાતમાં પણ તમામે તમામ બેઠકો ઉપર ભાજપે વિજય વાવટો ફરકાવ્યો છે. વિજયીના વધામણા કમલમ ખાતે કરવામાં આવી રહયા છે. ત્યારે બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પત્રકાર પરીષદ સંબોધી કહયું કે આ જીત સમગ્ર દેશવાસીઓની છે. આ જનતાની જીત છે. નરેન્દ્રભાઇ દુનિયાભરમાં લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. જનતાએ ફરી એકવખત વડાપ્રધાન ઉપર વિશ્વાસ મુકયો છે. વિજયભાઇ કહયું કે દેશમાં મોદી લહેર જ છે. આ જીત દ્વારા ભારતવાસીઓની છે. ભારત વિજયી ભવઃ ચોકીદાર, દેશભકત, નિર્ણાયક મજબુત નેતૃત્વને સલામ છે. નરેન્દ્રભાઇના હાથમાં દેશ સલામત છે. સ્થિર સરકારના સાચા શિલ્પી નરેન્દ્રભાઇ મોદી છે તો અમિતભાઇ શાહે સંગઠનનો સાચો પરિચય કરાવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં પણ ભાજપને સારી બેઠકો મળી હોવાનું વિજયભાઇએ જણાવતા કહયું કે પશ્ચિમ બંગાળના કાર્યકરોનું બલીદાન એળે નથી ગયું ત્યાંના કાર્યકરોને વંદન ગુજરાતની ચાર વિધાનસભાની પેટાચુંટણીમાં પણ ભાજપ આગળ છે. જોશ લગાવી કાર્યકરોએ ખુબ મહેનત કરી હતી.

શ્રી રૂપાણીએ એક પ્રશ્નના જવાબમાં કહયું કે કોંગ્રેસનું નેતૃત્વ જ નિષ્ફળ છે. રાહુલ અને પ્રિયંકા નિષ્ફળ નેતાઓ છે. કોઇપણ પક્ષ હારી જાય એટલે ઇવીએમમાં ગરબડ અને જીતી જાય તો ઇવીએમ બરાબર આ કેવુ? કોંગી નેતાઓ પોતાની જવાબદારી ખંખરેવા ઇવીએમ ઉપર પરાજયનું ઠીકરૂ ફોડી રહયા છે.

તસ્વીરમાં એકબીજાને જીતની શુભેચ્છા પાઠવી મોં મીઠુ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણી નજરે પડે છે. આ પ્રસંગે શ્રી આઇ.કે. જાડેજા કેન્દ્રીય મંત્રી શ્રીમનસુખભાઇ માંડવીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહયા હતા. (૪૦.૧૫)

(4:57 pm IST)
  • માનો ય ના માનો પણ કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીના પુત્ર નિખલ કુમારસ્વામી એક અપક્ષ મહિલા સુમલથા અંબરીશ સામે ૧.૧૫ લાખ મતોથી હારી રહ્યા છે. access_time 5:48 pm IST

  • જમ્મુ- લડાખની ૩ બેઠકો ભાજપ અને શ્રીનગર- અનંતનાગ- બારામુલ્લા ઉપર ફારૂખ અબ્દુલ્લાનો પક્ષ જીત્યોઃ મહેબૂબા મુફતી અને કોંગ્રેસ સાફ : જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ- પીડીપી સાફઃ ભાજપને ૩, નેશનલ કોન્ફરન્સને ૩ બેઠકો મળીઃ જમ્મુ- પૂંછ, ઉધમપુર- ડોડા અને લડાખમાં ભાજપનો તથા શ્રીનગર, અનંતનાગ અને બારામુલ્લાની બેઠક ઉપર નેશનલ કોન્ફરન્સના ફારૂખ અબ્દુલ્લા, જસ્ટીસ હસનૈન મસૂદી અને મુહમ્મદ અકબર લોન જીત્યાઃ પીડીપી અધ્યક્ષા મહેબૂબા મુફતીને જસ્ટીશ મસૂદીએ હરાવ્યા access_time 5:10 pm IST

  • કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પક્ષના કાર્યકરોને પાઠવ્યો સંદેશો :કહ્યું આગામી ર૪ કલાક મહત્વના, તમે ખુબ જ સાવધ રહેજો. તમે સત્ય માટે લડો છો, તમે ખોટા એકઝીટ પોલના તારણોથી નિરાશ ન થશો. તમે તમારી જાત અને કોંગ્રેસ પક્ષ પર વિશ્વાસ રાખજો, તમારી મહેનત એળે જવાની નથી access_time 1:26 am IST