Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ભાજપના કાર્યાલયે ઉત્સવી માહોલ : કોંગ્રેસ કાર્યાલયમાં સન્નાટો છવાયો

ગુજરાતમાં કોંગ્રેસનો ફરીવાર કચ્ચરઘાણ બોલ્યો : શરૂઆતમાં જ વલણ સ્પષ્ટ થતા કોંગી નેતાઓએ ચુપકીદી સેવી લીધી

અમદાવાદઃ લોકસભા ચૂંટણીના પરિણામના શરૂઆતી વલણમાં ભાજપ તરફી જોવાયો હતો જનતાએ ભાજપને ખોબલેખોબલે મત આપ્યા છે કેન્દ્રમાં ભાજપને સ્પષ્ટ બહુમતી દેખાઇ રહી છે,ગુજરાતમાં પણ 2014ની જેમ કોંગ્રેસના સૂપડાસાફ થઇ ગયા છે. વલણ સ્પષ્ટ થતાં જ ગુજરાત કોંગ્રેસમાં સન્નાટો છવાઇ ગયો છે કોંગ્રેસના નેતાઓએ ચુપકીદી સેવી લીધી છે.

એકવાર ફરી ગુજરાતમાં કોંગ્રેસના સૂપડાસાફ થઇ રહ્યાં છે. વલણ સ્પષ્ટ થતાં જ કોંગ્રેસની ઓફિસોમાં સન્નાટો છવાઇ ગયો, જ્યારે ભાજપની ઓફિસોમાં ઢોલ-નગારા સાથે ઉજવણીઓ થઇ રહી છે. ભાજપના નેતાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે, જ્યારે કોંગ્રેસના નેતાઓ મીડિયા સમક્ષ કઇ બોલવાનું ટાળી રહ્યાં છે

(4:57 pm IST)