Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

દીવ- દમણ બેઠક ઉપર ભાજપના લાલુભાઈ પટેલનો વિજયઃ હેટ્રીક સર્જી

 વાપી, તા. ર૩ : ૧૭મી લોકસભાની રચના માટૃે ચૂંટણીની આજે મત ગણતરી થતાં જ પરિણામો આવવાના શરૂ થઇ ગયા છે.

ફરી એકવાર દેશભરમાં મોદી લહેર સાબિત થઇ રહી છે ત્યારે સંઘપ્રદેશની દીવ-દમણ બેઠક પર પણ ભાજપે પોતાનો કબ્જો જાળવી રાખ્યો છે.

એકંદરે આ બેઠક પર આમ તો ભાજપનો જ કબ્જો ગણાય છે એવી સ્થિતિ છે. આ બેઠકની છેલ્લી બે ચૂંટણીના પરિણામોમાં ર૦૦૯ની ચૂંટણીમાં ૭ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા. ત્યારે ૯પ,૩૮ર મતદારો પૈકી ૬૮,પ૩ર મતદારોએ મતદાન કરતા ૭૧.૮પ ટકા જેટલું મતદાન થયું હતું. જેમાં ભાજપના ઉમેદવાર લાલુભાઇ પટેલે નજીકના હરિફ એવા કોંગ્રેસના ઉમેદવાર ડાહ્યાભાઇ પટેલને ર૪,૮૩૯ મતોથી હરાવ્યા હતાં.તો ર૦૧૪ની ચૂંટણીમાં માત્ર ૪ ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં ઉતર્યા હતા. આ વેળાએ પણ લાલુભાઇ પટેલે ભાજપમાંથી ઉમેદવારી કરી હતી તો સામા પક્ષે કોંગ્રેસ તરફથી માજી સાંસદ ડાહ્યાભાઇ પટેલના પુત્ર કેતનભાઇને મેદાનમાં ઉતાર્યા હતાં.

આ વેળાએ કુલ ૭પ,૦૦૬ મતદારો પૈકી પ૯,૬૬૮ મતદારો એ મતદાન કરતા ૭૯.પપ ટકા મતદાન થયું હતું. જેમાં ભાજપના ઉમેદવાર લાલુભાઇ પટેલે નજીકના હરિફ એવા કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઇ પટેલને ૯ર૦ર મતની સરસાઇ થી વિજય મેળવી જીત હાંસલ કરી હતી.અને અત્યારની એટલે કે ર૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર લાલુભાઇ પટેલે નજીકનાં હરિફ એવા કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઇ પટેલને ૯૮૮૯ મતોની સરસાઇ થી હરાવી હેટ્રીક સર્જયો છે.સમગ્ર દમણમાં અને દીવમાં નેતાગણ સહિત હજારો ભાજપ કાર્યકર્તાઓમાં ખુશીની લહેર ફરી વળી છે.

(4:47 pm IST)