Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ભાજપના ૩ ધારાસભ્યો જીતતા પેટાચૂંટણી આવશે

અમરાઇવાડી, ખેરાલુ અને થરાદના ધારાસભ્ય બન્યા સંસદ સભ્ય

રાજકોટઃ લોકસભાની ચૂંટણીનું આજે પરીણામ જાહેર થતા ગુજરાતની તમામ ૨૬ બેઠકો ભાજપના ફાળે જઇ રહી છે. કોંગ્રેસે ૮ ધારાસભ્યોને ટીકીટ આપેલ તે તમામ હારના પંથે છે. ભાજપે ૩ ધારાસભ્યોને ટીકીટ આપેલ તે ૩ વિજયપંથે છે.

 અમદવાદના અમરાઇવાડીમાં હસમુખ પટેલ, સાબરકાંઠાના ખેરાલુમાં ભરતસિંહ ડાભી અને બનાસકાંઠાના થરાદમાં મંત્રી પરબત પટેલને ભાજપે ચુંટણી લડાવેલ. તે ત્રણેય વિજયકુંચ કરી રહેલ છે. આ બેઠકો ઉપર ધારાસભાની પેટાચૂંટણી આવશે.

દ્વારકામાં પબુભા માણેક અને તાલાળામાં ભગાભાઇ બારડના ધારાસભ્ય પદ અંગે કાનુની વિવાદ ચાલી રહયો છે. તે બેઠકોની પેટા ચૂંટણી વિશે જો ને તો જેવી સ્થિતિ છે. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર રાજીનામુ આપે અથવા ગેરલાયક ઠરે તો તે બેઠક પણ ખાલી પડશે.

રૂપાણી સરકારના બે પ્રધાનો પરબતભાઇ પટેલ અને જવાહરભાઇ ચાવડા ચૂંટણી લડેલા તે બંને જીતી ગયા છે.

(4:45 pm IST)