Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

સાંજે પાટણના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનું વિજય સરઘસ

પાટણ તા ૨૩  :  પાટણના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીનો ૧૦૫૬૧૫ મતથી વિજય થતા સાંજે જીલ્લા ભાજપના કાર્યાલય ખાતેથી વિજય સરઘસ નીકળશે.

બનાસકાંઠા લોકસભાની બેઠક ઉપર ત્રીપાખીયો જંગ  ખેલાયો હતો, જેમાં ભાજપના ઉમેદવાર શ્રી પરબતભાઇ પટેલ ૧ લાખથી વધુ મતોથી આગળ ચાલી રહયા  છે. અને રાજયના મંત્રી પરબતભાઇ પટેલ  અંબાજીના દર્શન કરવા ગયા હોવાનું જાણવા મળે છે.

 બન્ને બેઠકો ઉપર મોડી સાંજ સુધી મત ગણતરી ચાલે તેમ લાગે છે. પાટણ બેઠક ઉપરનું પરિણામ જોતા કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.

જીલ્લાના વહીવટ તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ સાથે અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી ચાલી રહી છે.

(4:44 pm IST)