Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

વલસાડ બેઠક પર ભાજપના ડો. કે.સી. પટેલનો ભવ્ય વિજય

 વાપી, તા. ર૩ : વિશ્વની સૌથી મોટી લોકશાહી ગણાતી ભારતની ૧૭મી લોકસભાની ચૂંટણી ૭ તબક્કે યોજાયા બાદ આજે ર૩ મે ર૦૧૯ના મત ગણતરી થતાં જ અનેક અટકળનો અંત આવ્યો છે.

હવે જયારે દિલ્હીની સરકારની વાત આવે એટલે સ્વભાવિક રીતે વલસાડ બેઠકનું નામ આવ્યા વગરના રહે, કારણ કે કહેવાય છે કે વલસાડની બેઠક એ જ દિલ્હીનો ગેટ છે અને કદાચ જાણે યોગાનુયોગ બનતું આવ્યું છે કે વલસાડ બેઠક પર જે પક્ષના ઉમેદવાર જીતે એ જ પક્ષની સરકાર દિલ્હીમાં બનતી આવી છે.

આ બેઠક ઉપર અગાઉની ચૂંટણીના સમીકરણોને સંક્ષિપ્તમાં જોઇએ તો ર૦૦૪માં કોંગ્રેસને ૪૬.૬૩ ટકા તો ભાજપને ૪૦.૧૮ ટકા મત મળતા માત્ર ૪૪,૪૮૬ મતની લીડથી કોંગ્રેસના ઉમેદવાર ક્રિશનભાઇ પટેલે ભાજપના ઉમેદવાર મણિભાઇ ચૌધરીને હરાવ્યા હતાં.

ર૦૧૯ની ચુંટણીમાં ભાજપે ડો.કે.સી.પટેલને જ મેદાનમાં ઉતાર્યા હતા. તો સામે કોંગ્રેસે સીટીંગ ધારાસભ્ય એવા જીતુભાઇ ચૌધરીને મેદાનમાં ઉતારી આદીવાસી મતો અંકે કરવા આયોજન કર્યુ હતું. પરંતુ ફરી એકવાર ભાજપના ઉમેદવાર ડો.કે.સી.પટેલે ૧ લાખથી વધુ મતોની લીડથી ભવ્ય જીત મેળવી ભાજપ માટે દિલ્હીમાં સરકાર રચવા જાણે રસ્તો સરળ કરી આપ્યો છે.

(4:34 pm IST)
  • હસમુખ અઢીયાને સર્વોચ્ચ જવાબદારી સોંપવાના નિર્દેશો : ટાઈમ્સ નાઉના સિનિયર પત્રકાર મેઘા પ્રસાદે ટ્વીટ કરી જણાવ્યુ છે કે દેશના પૂર્વ નાણાસચિવ શ્રી હસમુખ અઢીયા તાજેતરમાં શ્રી નરેન્દ્રભાઈને દિલ્હીમાં મળ્યા હતા. નવી સરકારમાં તેઓ અધિકારી સ્તરે સર્વોચ્ચ સ્થાને સેવા આપે તેવી પૂરી શકયતા છે. access_time 4:31 pm IST

  • પાટણમાં ભરત ડાભી, મહેસાણાના શારદા પટેલ, અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ, સુરેન્દ્રનગર મહેન્દ્ર મુંજપરા, જુનાગઢ રાજેશ ચુડાસમા, અમરેલી નારણ કાછડીયા,ખેડા દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ રતન સિંધ ચૌહાણ, દાહોદ જસવંતસિંહ ભાભોર, સાબરકાંઠા દિપસિંહ રાઠોડ ૮૦ હજારથી ૨ લાખ મતે આગળ છે. ૨૬માંથી ૧૦ બેઠકો ભાજપ મેળવી ચૂકેલ છે access_time 4:42 pm IST

  • મોદી ૩.૮પ લાખ મતોથી આગળ : ગયા વખતે ૩.૭૦ લાખ મતોથી જીત્યા હતા access_time 4:41 pm IST