Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

સુરતના ગોપીપુરામાં હીરાના વેપારીની આંખમાં સ્પ્રે છાંટીને 40 લાખના હીરાની લૂંટ :સનસનાટી :પોલીસ કાફલો પહોંચ્યો

સુરત :રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. દિન પ્રતિદિન હત્યા અને લૂંટના બનાવો સામે આવી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. જ્યાં શહેરના ગોપીપુરા વિસ્તારમાં 40 લાખના હિરાની લૂંટ થઈ છે.

  મળતી વિગત મુજબ શહેરના ગોપીપુરા વિસ્તારમાં એક હિરાના વેપારીની આંખમાં સ્પ્રે છાંટી 40 લાખના હિરાની લૂંટ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(12:30 pm IST)